fbpx
રાષ્ટ્રીય

૨૦૨૪માં પ્રધાન મંત્રી બનવા માંગે છે નીતીશકુમાર નીતિશ કુઆ તો તેજસ્વી ખાઇ, એલજેપી ભાજપ સરકાર બનાવશેઃ ચિરાગ પાસવાન

બિહાર વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે મંગળવારે બીજા તબક્કાનું મતદાન થવા જય રહ્ય્šં છે. આ પહેલા લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને રાજ્યના મુખ્યમંત્રી નીતીશકુમાર પર નિશાન સાધ્યું છે. સાથે જ એલજેપીએ હવે ચૂંટણી માટે નવું સૂત્ર આપ્યું છે, ‘નીતીશ કુઓ તો તેજસ્વી ખાઈ, એલજેપી-ભાજપે સરકાર બનાવી’.
ચિરાગ પાસવાને આરોપ લગાવ્યો છે કે નીતીશકુમારના કહેવાથી જ મુંગેરમા ગોળી ચલાવવામાં આવી હતી. ચિરાગ પાસવાને જણાવ્યું કે આયકર વિભાગના દરોડાથી નીતીશ કુમાર પરેશાન છે, સાત નિશ્ચયની તપાસની વાતથી જ તેઓ ડરેલા છે. ચિરાગ પાસવાને જણાવ્યું કે નીતીશ કુમાર ૧૫ વર્ષથી સુશાસન બાબુ તરીકેનું નકાબ પહેરીને બેઠા હતા. પરંતુ હવે તેમની સચ્ચાઈ લોકો સામે આવી ગઈ છે.
ચિરાગ પાસવાને કે નીતીશકુમારે ક્્યારેય મુંગેર અંગે નિવેદન નથી આપ્યું અને ભ્રષ્ટાચાર અંગે પણ કઈ નથી બોલ્યા. તેઓ પલ્ટુરામ છે. તેઓ હંમેશા લાલુ યાદવના વિરોધમાં હતા બાદમાં ૨૦૧૫માં તેમની સાથે જ સરકારની રચના કરી.
ચિરાગે જણાવ્યું કે દારૂના તસ્કરો માટે નીતીશકુમાર ચિંતામાં છે, કારણ કે રૂપિયાની લેણદેણ વગર બિહારમાં દારૂ વેચવો શક્્ય જ નથી. ચિરાગે સવાલ કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં નીતીશકુમારે શું કર્યું? આગામી દિવસો માટે તેમનો શું રોડમેપ છે?
નીતીશ પર સવાલ ઉઠાવતા ચિરાગ પાસવાને કે નીતીશ કુમાર ૨૦૨૪માં પ્રધાન મંત્રી બનવા માંગે છે. ચિરાગ પાસવાને જણાવ્યું કે જયારે મારા પિતાની તબિયત ખરાબ હતી ત્યારે નીતીશકુમાર મળવા પણ નથી આવ્યા જયારે હવે તેઓ સૌના ખાસ બનવાનો ઢોંગ કરે છે.

Follow Me:

Related Posts