fbpx
રાષ્ટ્રીય

કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અરુણ શૌરી મોદી સરકાર પર ત્રાટ્ક્યા હાલની સરકાર સાવ બેશરમ,ઇન્દિરા ગાંધીમાં તો થોડીક શરમ હતી

કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ધુરંધર પત્રકાર અરુણ શૌરી વર્તમાન સરકાર પર ત્રાટક્્યા હતા. તેમણે હતું કે ઇન્દિરા ગાંધીમાં તો થોડીક પર શરમ હતી. હાલની સરકારતો સાવ બેશરમ છે.
ઇંદિરાજીએ પોતાની ઇચ્છા મુજબ નહીં વર્તનારા ત્રણ જજાેની બદલી કરી નાખી હતી. તમે અમારું નહીં માનો તો સહન કરવું પડશે એવી હવા એમણે સર્જી હતી. હાલની સરકાર જે કંઇ કરે છે એમાં પણ આવું જ પ્રતિબિંબ દેખાઇ હતું. શૌરીએ કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સુરક્ષા માટે લોકોએ સતત સજાગ રહેવું પડશે. તપાસ ટુકડીઓ, ન્યાયતંત્ર અને પોલીસ જાણે સરકારની ખાનગી સેવાઓ બની રહી છે.
શૌરીએ એથી પણ આગળ વધીને એવો આક્ષેપ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટ પણ કહ્યાગરી બની ગઇ હોય એવું લાગતું હતું. આ લોકો પાસે અર્ણબ ગોસ્વામી કે સુશાંત સિંઘ રાજપૂત માટે સમય છે પરંતુ જમ્મુ કશ્મીર કે પ્રવાસીઓ માટે ફુરસદ નથી. આજે જે કંઇ બની છે એ છેલ્લાં ચાલીસ વર્ષનું પ્રતિબિંબ હતું. શૌરી અટલ બિહારી વાજપેયીની સરકારમાં પ્રધાન હતા. હાલની સરકારની એ સતત ટીકા કરતા રહ્યા છે.

Follow Me:

Related Posts