fbpx
રાષ્ટ્રીય

કોરોના ફેલાતો અટકાવવા માટે રાજસ્થાન સરકારનો ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ

રાજસ્થાન સરકારે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લીધો છે. રાજ્યમાં કોરોના વાયરસની મહામારીને ફેલાતી અટકાવવા માટે આ મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોના હિતમાં આ મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ગેહલોતે જણાવ્યું કે, ૧૬ નવેમ્બર સુધી રાજ્યમાં સ્કૂલ અને કૉલેજાે બંધ રાખવાનો સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે.
કોરોના વાયરસની સાથે રાજ્યમાં લાગુ કરાયેલા ‘નો માસ્ક-નો એન્ટ્રી’ અને ‘શુદ્ધ માટે યુદ્ધ’ યોજનાની સમીક્ષા કરી છે. મુખ્યમંત્રીએ અનલોક-૬ની ગાઈડલાઈન અંગે પણ બેઠકમાં ચર્ચા વિચાર્ણા કરી છે.
તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસ સામે રાજ્યના નાગરિકોને રક્ષણ મળી રહે તે માટે ફટાકડાના વેચાણ અને બનાવટની કામગીરી તથા પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે કડક પગલા ભરવામાં આવશે, લોકો અન્ય રીતે પ્રદૂષણ ના ફેલાવે તે બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવશે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરેલા ટિ્‌વટમાં એમ પણ જણાવ્યું કે, “કોરોનાના દર્દીઓ અને સામાન્ય નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રદૂષણ ફેલાય નહીં તે બાબતનું ધ્યાન રાખાયું છે, આ પ્રતિબંધનનું ઉલ્લંઘન કરીને ફટાકડા વેચનાર અને ફિટનેસ સર્ટિફિકેટ વગર વાહન ચલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તેને ધ્યાનમાં રાખીને આ વર્ષે લોકોએ દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનું ટાળવું જાેઈએ.

Follow Me:

Related Posts