fbpx
રાષ્ટ્રીય

ભારતીય મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુનું ચોંકાવનારૂ ટ્‌વીટ, લખ્યું I RETIRE’

ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર લખ્યું છે- I RETIRE’. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેણે નિવૃતી લઈ લીધી છે. પીવી સિંધુએ પોતાના નિવેદનમાં કે, ‘હું ઘણા દિવસથી વિચારી રહી હકી કે હું મારા વિચારોને સ્પષ્ટ રીતે રાખુ, હું તે વાતનો સ્વીકાર કરુ છું કે હું તેનાથી ઘણા સમયથી સંઘર્ષ કરી રહી છું, તમે જાણો છો કે મને સારો અનુભવ થઈ રહ્યો થી,
તેથી હું આજે આ સંદેશ લખીને જણાવી રહી છું કે. હવે હું વધુ તેનો સામનો ન કરી શકું. તેણે લખ્યું, ‘હું સમજી શકુ છું કે આ નિવેદનને વાંચીને તમે ચોંકી જશો કે અસમંજસમાં પડી જશો, પરંતુ જ્યારે તમે મારા વિચારને સંપૂર્ણ વાંચી લેશો ત્યારે મારા વિચારોને સમજી શકશો, અને હું આશા કરુ છું કે તમે મારૂ સમર્થન કરશો.

Follow Me:

Related Posts