fbpx
રાષ્ટ્રીય

હું ક્રિકેટથી ખુશ, મારી રાજકારણમાં જાેડાવાની કોઇ ઇચ્છા નથીઃ સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બેટ્‌સમેન સૌરવ ગાંગુલીએ ભાજપને સવિનય ના પાડતાં હતું કે હું ક્રિકેટથી ખુશ અને સંતુષ્ટ છું. રાજકારણમાં આવવાની મારી ઇચ્છા નથી.
પશ્ચિમ બંગાળમાં ભાજપને એક એવા નામની જરૂર હતી જે સમાજના તમામ ક્ષેત્રમાં સ્વીકાર્યો હોય. ૨૦૨૨માં રાજ્ય વિધાનસભાની ચૂંટણી છે. ભાજપ અત્યારથી એની પૂર્વતૈયારીમાં લાગી ગયો હતો. બંગાળી સેલેબ્રિટીઝને પોતાની સાથે જાેડવા ભાજપ ઉત્સુક હતો. સૌરવ ગાંગુલી એ દ્રષ્ટિએ ભાજપ માટે એકદમ ફિટ ઉમેદવાર ગણાય. પશ્ચિમ બંગાળમાં સૌરવ એકદમ લોકપ્રિય છે.
ભાજપે સૌરવને પોતાની પાંખમાં લેવાના પ્રયાસો કર્યા હતા પરંતુ સૌરવે સવિનય ના પાડી હતી. સૌરવે કે ક્રિકેટની જવાબદારીઓ સંભાળવામાં હું ખૂબ વ્યસ્ત રહું છું અને એમાં જ મને સંતોષ છે, હું ક્રિકેટથી ખુશ છું. સૌરવે ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવાની પણ ના પાડી દીધી હોવાનું કહેવાય છે. હજુ બે દિવસ પહેલાંજ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીની કામગીરીને લગતી તમામ જવાબદારીઓ ગૃહ પ્રધાન અમિત શાહને સોંપવામાં આવી હતી. સૌરવના ઇનકારથી ભાજપના નેતાઓ અપસેટ થયા હોવાની જાણકારી મળી હતી.

Follow Me:

Related Posts