fbpx
રાષ્ટ્રીય

બિહારમાં વડાપ્રધાનનો ચોથો પ્રવાસ, વિપક્ષ પર વરસ્યા જંગલરાજવાળાઓને ભારત માતા કી જય બોલવાથી પણ તાવ આવી જાય છેઃ મોદી

બંને સંસદોને ભેગા કરીને પણ કોંગ્રેસના આજે ૧૦૦ સાંસદ નથી થતા, જે જનતાએ ખોટા વાયદાઓ આપ્યા તેમણે જ કોંગ્રેસને સજા આપી
લોકોને ડરાવીને સત્તા મેળવનારા લોકોને બિહારની જનતા ઓળખી ચૂકી છે’,’છેલ્લા દાયકામાં જંગલરાજની અસર ઓછી થઈ, હવે નવી ઉડાન ભરવાનો સમય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બિહારમાં ચોથો પ્રવાસ છે. તેમણે અરરિયા જિલ્લાના ફારબસગંજમાં રેલી યોજી હતી. મોદીએ નામ લીધા વગર રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર નિશાન સાધતાં હતું કે ” બિહારની પવિત્ર ભૂમિએ નક્કી કરી લીધું છે કે આ દશકામાં બિહારને નવી ઊંચાઈ પર લઈ જઈશું. બિહારના લોકોએ જંગલરાજ અને ડબલ-ડબલ યુવરાજને નકારી દીધા છે. બિહારમાં આજે પરિવારવાદ અને ગુંડાગીરી હારી રહ્યાં છે, કાયદાનું શાસન લાવનારા જીતી રહ્યા છે.
મોદીએ હતું કે એનડીએના વિરોધ કરી રહ્યા છે, તેઓ ઘણુંબધું ખાધા પછી પણ બિહારને લાલચ ભરી નજરે જાેઈ રહ્યા છે, પરંતુ બિહારના લોકો જાણે છે કે કોણ બિહારનો વિકાસ ઇચ્છે છે અને કોણ પરિવારનો છે. આજે બિહારમાં કુટુંબવાદ હારી રહ્યો છે. બિહારમાં આજે રંગીનતા અને ગેરવસૂલી હારી રહી છે. વિકાસ જીતી રહ્યો છે. આજે બિહારમાં અહંકાર હારી રહ્યો છે અને પરિશ્રમ જીતી રહ્યો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કે આજે કોંગ્રેસની હાલત એવી છે કે લોકસભા અને રાજ્યસભા ભેગી કરી તો પણ તેમની પાસે ૧૦૦ સાંસદ નથી.
બિહાર એ દિવસોને ભૂલી શકતું નથી, જ્યારે ચૂંટણીને આ લોકોએ મજાક બનાવી દીધી હતી. તેમના માટે ચૂંટણીનો અર્થ હતો, ચારે તરફ હિંસા, હત્યા, બૂથ કેપ્ચરિંગ, બિહારના ગરીબો પાસેથી આ લોકોએ મત આપવાનો અધિકાર પણ છીનવી લીધો હતો. ગરીબોને ઘરમાં કેદ કરી તેમના નામ પર જંગલરાજવાળા જઈને મતદાન કરી આવતા હતા.
આ દિવસોમાં હું જાેઉં છું, મહિલાઓ કહી રહી છે, ઘરના સભ્યોએ જે કરવાનું હોય એ કરે, હું તો મોદી સાથે જ જઇશ. દરેક માતા, પુત્રી અમને બધાને આશીર્વાદ આપી રહી છે, આ લોકશાહીની તાકાત છે. બિહારમાં પહેલાં જેવી સ્થિતિ હોત તો આ ગરીબ માતાનો દીકરો ક્્યારેય વડાપ્રધાન ન બની શક્્યો હોત. આજે જ્યારે ગરીબોને તેમનો હક મળ્યો છે ત્યારે તેમણે દેશના રાજકારણની દિશા નિર્ધારિત કરવાની કમાન પણ જાતે જ સંભાળી છે.”
હવે ૨૦૨૧થી ૨૦૩૦ના દાયકામાં બિહારની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો સમય છે. છેલ્લા દાયકામાં બિહારના દરેક ઘરમાં વીજળી પહોંચી હતી, હવે આ દાયકામાં બિહારને ચોવીસ કલાક ઝગમગાવવાનું છે. છેલ્લા દાયકામાં રસ્તાની સ્થિતિમાં સુધારો થયો છે, હવે નવા એરપોર્ટ, નવા વોટરપોર્ટ આપવામાં આવશે. છેલ્લા દાયકામાં જંગલરાજની અસર ઓછી થઈ છે, હવે સમય નવી ઉડાન ભરવાનો છે.
બિહાર હવે તે લોકોને ઓળખી છે, જેમનું સપનું છે કે ગમે તે રીતે લોકોને ડરાવીને, અફવા ફેલાવીને, સમાજના ભાગલા પાડીને, ગમે તે કરીને પણ સત્તા મેળવવી. તેમની તો વર્ષોથી જ આ વિચારધારા છે. તેમણે આ જ જાેયું છે, આ જ સમજ્યું છે અને આ જ શીખ્યા છે.

Follow Me:

Related Posts