fbpx
રાષ્ટ્રીય

મુખ્યમંત્રી નીતિશ કુમારની રેલીમાં પથ્થર-ડુંગળીનો મારોઃ બોલ્યા હજુ ફેંકો

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન વચ્ચે મુખ્યમંત્રી નીતીશકુમાર ત્રીજા તબક્કાના મતદાન માટે મધુબનીના હરલાખીમાં જાહેર સભાને સંબોધવા પહોંચ્યા હતા. સભા દરમ્યાન ઝ્રસ્ નીતીશકુમાર પર ચાલુ ભાષણે દરમિયાન ભીડમાંથી એક યુવકે પથ્થર ફેંક્્યો હતો. નીતીશ પર ડુંગળી પણ ફેંકવામાં આવી હતી.
નીતીશ પર પથ્થર ફેંકનારા યુવકે દારૂબંધીને લઈને હોબાળો મચાવ્યો હતો. પથ્થર ફેંકનાર વ્યક્તિએ સતત નારેબાજી કરતા હતું કે, બિહારમાં જાહેરમાં દારૂ વેચાઈ રહ્યો છે. દારૂની તસ્કરી થઈ રહી છે પરંતુ તમે કંઈ કરી શકતા નથી.
નીતીશ કુમારના સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગુસ્સાથી લાલઘુમ નીતીશ કુમારે હતું કે, ફેંકવા દો, જેટલા ફેંકવા હોય ફેંકવા દો.
જાેકે નીતીશ કુમારે પોતાનું ભાષણ યથાવત રાખ્યું હતું. નીતીશ પોતાના ભાષણને આગળ વધારતા હતું કે, અમે તે માટે કહી રહ્યા છીએ કે સરકાર આવ્યા બાદ રોજગારની તકો ઉભી થશે. કોઈએ બહાર જવું પડશે નહીં. જે લોકો આજે સરકારી નોકરીની વાત કરી રહ્યા છે તેઓ જવાબ આપે કે જ્યારે તે સત્તામાં હતા તો કેટલા લોકોને રોજગાર આપ્યો?
ચૂંટણી પ્રચાર દરમિયાન નીતીશ કુમારે ઘણીવાર વિરોધનો સામનો કરવો પડ્યો છે. ઘણી રેલીઓમાં નીતીશ કુમારની સામે તેમના વિરોધ નારેબાજીકરવામાં આવી છે. અગાઉ મુઝફ્ફરપુરની રેલીમાં નીતીશ સામે કેટલાક લોકોએ લાલૂ યાદવ જિંદાબાદના નારા લગાવ્યા હતા. આ દરમિયાન નીતીશે હતું કે, જેના જિંદાબાદના નારા લગાવી રહ્યા છો તેને સાંભળવા જાવ.

Follow Me:

Related Posts