fbpx
રાષ્ટ્રીય

છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૨૫૪ નવા કેસ નોંધાયા,૫૧૪ લોકોના મોત કુલ સંક્રમિતો ૮૩,૧૩,૮૭૬, કુલ મોત ૧,૨૩,૬૧૧, રિકવરી રેટ ૯૨%

અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૧,૨૯,૯૮,૯૫૯ સેમ્પલ ટેસ્ટ કરાયા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૨૫૪ નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો ૮૩,૧૩,૮૭૭ થઈ ગયો છે. જેમાંથી ૫,૩૩,૭૮૭ લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે ૭૬,૫૬,૪૭૮ લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી ૫૧૪ લોકોના જીવ ગયા છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો ૧,૨૩,૬૧૧ પર પહોંચ્યો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૧,૨૯,૯૮,૯૫૯ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી ગઈ કાલે ૩ નવેમ્બરના રોજ ૧૨,૦૯,૬૦૯ સેમ્પલ ટેસ્ટ કરાયા.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દરમિયાન દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૩૩૫૭ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે જે રાહતની વાત છે. આ સાથે જ આ આંકડો વધીને ૭૬૫૬૪૭૮ સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૫૩૩૭૮૭ સુધી પહોંચ્યો છે.
જ્યારથી ઠંડીની મોસમની શરૂઆત થઈ છે, ત્યારથી દરેક કોઈ એવુ જાણવા માંગે છે કે, શુ ઠંડીમાં કોરોનાના કેસ વધશે. એક લેટેસ્ટ રિસર્ચમાં આ સવાલનો જવાબ મળ્યો છે. ભારતીય અમેરિકન રિસર્ચર્સના નેતૃત્વમાં કરવામાં આવેલ એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસના સંક્રમણમાં તાપમાન કે ની કોઈ પ્રભાવી ભૂમિકા નથી. ઈન્ટરનેશનલ જનરલ ઓફ એન્વાયર્નમેન્ટલ રિસર્ચ એન્ડ પબ્લિક

Follow Me:

Related Posts