fbpx
રાષ્ટ્રીય

મંગળવારે ૬૭૨૫ પોઝિટિવ કોરોના કેસ નોંધાયા દિલ્હીમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવી ચૂકી છેઃ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન

દેશની રાજધાનીમાં એક વાર ફરી કોરોનાના કેસ વધતા જાેવા મળી રહ્યા છે. મંગળવારે અહીં ૬૭૨૫ કેસ આવ્યા હતા. જે બાદ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને છે કે દિલ્હીમાં કોરોનાની સંક્રમણની ત્રીજી લહેર આવી હોવાનું કહેવાઈ છે. તેમણે કહ્યં કે અમે હવે અગ્રેસિવ રીતે ટેસ્ટિંગ કરવાનું શરુ કર્યું છે જે બાદ આંકડા વધતા નજર આવી રહ્ય છે. તેમણે કે આ પહેલા કન્ઝસ્ટડ વિસ્તારમાં ફેલાયેલો હતો. પરંતુ હવે આ અપર ક્લાસમાં પણ આવી ગયો છે. ત્યારે અપર ક્લાસના લોકો ખાનગી હોસ્પિટલો વધારે પસંદ કરી રહ્યા છે. જેના કારણે બેડ ભરાઈ ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રીએ કે કન્ટેન્ટમેન્ટ જાેન વધારવામાં આવી રહ્યા છે. ત્યારે જાે ૩-૪ કેસ પણ છે તો ત્યાં કન્ટેનમેન્ટ જાેન બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે કે ખાનગી હોસ્પિટલોમાં ૮૦ ટકા બેડ રિઝર્વ કર્યા હતા જેના પર હઈકોર્ટે મનાઈ ફરમાવી છે. હવે અમે સુપ્રીમ કોર્ટ જઈશું. ત્યારે થોડા સમય પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને રાજધાનીમાં કોરોનાનો સૌથી ખતરનાક સમય આવવાની શક્્યતા વ્યક્ત કરી છે. એક્સપર્ટ કમિટીના હવાલાથી જૈને હતું કે આવનારા દિવસોમાં બહું સાવધાનીની જરુર છે.
જાેકે સ્વાસ્થ્ય મંત્રીએ વધતા પોઝિટિવિટી રેટ પર કે જે લોકો નિયમોનું પાલન નહીં કરી શકતા તેમને દંડવામાં આવી રહ્યા છે. ઘણી કડકાઈ વર્તી રહ્યા છીએ. પરંતુ ઘણા લોકો એક બીજાને મળી રહ્યા છે. કોઈ પણ પોઝિટિવ આવે છે તો તેના તમામ કોન્ટેક્ટને ટ્રેસ કરવામાં આવે છે.
જે તેના કોન્ટેક્ટમાં છે તે તમામનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એક પરિવારમાં કોઈ એક પોઝિટિવ આવે તો પુરા પરિવારને ઘરે રાખવામાં આવે છે. તેમના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં ઘણા લોકો પોઝિટિવ આવી રહ્યા છે. તો તેના કારણે પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે. ગ્રુપમાં વધારે પડતા લોકો પોઝિટિવ આવી રહ્યા છે.

Follow Me:

Related Posts