fbpx
રાષ્ટ્રીય

વીડિયો કોન્ફરન્સ દ્વારા સભાને સંબોધશે વડાપ્રધાન મોદી આજે ગ્લોબલ ફંડ હાઉસ સાથે મંત્રણા કરશે

આવતી કાલે ગુરૂવારે પાંચમી નવેંબરે શરૂ થઇ રહેલી ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સના અધ્યક્ષપદે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિરાજશે. તેઓ વિડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકને સંબોધશે.
વિશ્વના મોટા મોટા ઇન્વેસ્ટર્સ અને ભારતના ટોચના ઉદ્યોગપતિઓ તેમજ કોર્પોરેટ સેક્ટરના ધુરંધરોને આ પ્રસંગે વરિષ્ઠ નીતિ ઘડનારાઓ સાથે ચર્ચા કરવાની તક મળશે. તેમજ દેશમાં વૈશ્વિક મૂડી રોકાણ વધારવાનાં પગલાં વિશે વિચાર વિનિમય કરવાનો મોકો પણ મળશે. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સું આયોજન નાણાં મંત્ર્યાલય અને નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ( (એનઆઇઆઇએફ) દ્વારા કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં કેન્દ્રના નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણ, નાણાં ખાતાના રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ સહિત ટોચના અધિકારીઓ હાજર રહેશે. વિશ્વના ૨૦ સૌથી મોટા પેન્શન અને સરકારી નાણાં સંસ્થાઓ સહભાગી થશે. આ લોકોના સંચાલન હેઠળ છ ટ્રીલીયન અમેરિકી ડૉલર્સ જેટલી મતો છે. આ આખોય પ્રસંગ ડિજિટલ લેવલે યોજાશે. દેશના ટોચના ઉદ્યોગપતિઓ જેવા કે મુકેશ અંબાણી અને રતન તાતા સહિત અન્યો પણ આ ગોળમેજી પરિષદમાં હાજરી આપશે.

Follow Me:

Related Posts