fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાને દર વર્ષે બે કરોડ નોકરીનો વાયદો કર્યો હતો, ક્યાં છે નોકરીઓ ? રાહુલ ગાંધી

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહાર વિધાનસભામાં ચૂંટણી પ્રચારના ભાગરુપે આજે બે રેલીઓને સંબોધિત કરી હતી.
આ રેલીમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી અને મુખ્યમંત્રી નિતિશ કુમારને સંબોધીને સવાલો ઉઠાવ્યા હતા.રાહુલ ગાંધીએ હતુ કે, ૬ વર્ષ પહેલા પીએમ મોદીએ હતુ કે, દર વર્ષે બે કરોડ લોકોને રોજગાર અપાવીશ , ક્્યાં છે નોકરીઓ …નીતિશ કુમારે પણ હતુ કે, બિહારને બદલી નાંખીશ તો શું બિહાર બદલાયુ…
રાહુલ ગાંધીએ હતુ કે, નોટબંધી વખતે તમે લાઈનમાં ઉભા હતા.તે વખતે કાળુ નાણુ જમા કરનાર કે કોઈ અબજપતિ લાઈનમાં ઉભો નહોતો.પીએમ મોદી કહે છે કે, મેં ખેડૂતોને આઝાદી આપી છે પણ બિહારનો ખેડૂત કેવી રીતે પોતાનો પાક વેચવા જશે, બિહારમાં રસ્તા ક્્યાં છે …..
તેમણે કહ્ય્š હતુ કે, પીએમ મોદીએ નોટબંધી જેવુ જ લોકડાઉન લાગુ કરી દીધુ હતુ.વગર વિચારે લીધેલા ર્નિણયના કારણે લાખો મજૂરોને પગપાળા ઘરે જવુ પડ્યુ હતુ.છેલ્લા પાંચ વર્ષમાં નિતિશ કુમારે બિહાર માટે કશું કર્યુ નથી.અમારી સરકાર દરેક જાતિ, વર્ગ અને ધર્મની સરકાર હશે.
બિહારમાં સાત નવેમ્બરે અંતિમ તબક્કા માટે મતદાન થવાનુ છે.

Follow Me:

Related Posts