fbpx
રાષ્ટ્રીય

ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ચૂંટણીલક્ષી પશ્ચિમ બંગાળના પ્રવાસે મમતા બેનરજીની અત્યાચારી સરકારનો મૃત્યુઘંટ વાગી ગયો છેઃ શાહ

મમતાદીદીએ કેન્દ્રની ૮૦થી વધુ યોજનાઓ રોકી રાખી છે, ભાજપ બે તૃત્યાંશથી બહુમતી સરકાર બનવા જઈ રહી છે, આજે શાહ મટુઆ સમુદાયના પરિવાર સાથે ભોજન કરશે
આગામી વર્ષે બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારી

ગૃહ મંત્રી અમિત શાહના પશ્ચિમ બંગાળના પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે ગૃહ મંત્રીના આ પ્રવાસને આવતા વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીની શરૂઆત માનવામાં આવી રહી છે. અમિત શાહે પહેલા દિવસે બિરસા મુંડાની મૂર્તિને પુષ્પાંજલિ અર્પીત કરી. આ દરમિયાન તેઓએ મમતા સરકાર પર ગરીબો સુધી યોજનાઓનો ફાયદો નહીં પહોંચાડવાનો આરોપ લગાવ્યો. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ ચતુર્ડિહી ગામ જશે, જ્યાં તેઓ આદિવાસી પરિવારને ત્યાં ભોજન લેશે. શુક્રવારે પણ અમિત શાહ મટુઆ સમુદાયના પરિવાર સાથે ભોજન કરશે.
બિરસા મુંડાની મૂર્તિને પુષ્પાંજલિ કર્યા બાદ અમિત શાહે કે, પશ્ચિમ બંગાળમાં મમતા સરકારની વિરુદ્ધ લોકોમાં નારાજગી છે. જે રીતે દમન ચક્ર બીજેપી કાર્યકર્તાઓ ઉપર મમતા સરકારે ચલાવ્યું છે, હું નિશ્ચિત રીતે જાેઈ રહ્યો છું કે મમતા સરકારનો મૃત્યુઘંટ વાગી ગયો છે. આવનારા દિવસોમાં અહીં બીજેપીની બે-તૃતીયાંશ બહુમતની સરકાર બનવા જઈ રહી છે.
અમિત શાહે કે, બંગાળના યુવાનોને નોકરી મળી રહે તે માટે અને બંગાળના ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે મમતા સરકારે ઉખાડીને ફેંકી દો. બંગાળમાં ભાજપને એક વખત અવસર તો આપો. જાે અહીં ભાજપને ચૂંટી લાવશો તો અમે આવનારા દિવસોમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ શાનદાર બાંગ્લા દેશની રચના કરવા માટેના શક્્ય તેવા તમામ પ્રયત્નો કરીશું.
બાંકુરામાં અમિત શાહે મમતા બેનર્જીની સરકાર ઉપર સવાલ ઉઠાવ્યા. તેઓએ કે, હું લોકોની આંખોમાં પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની આશા જાેઈ રહ્યો છું. આ બધું માત્ર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ શક્્ય છે. તેઓએ કે મમતા સરકાર ગરીબો સુધી કેન્દ્ર સરકારની ૮૦થી વધુ સ્કીમોને પહોંચવા નથી દેતી.
કોલકાતા પહોંચ્યા બાદ અમિત શાહ પૂર્વ મિદનાપુરના પટાસપુરના બીજેપી બૂથ ઉપાધ્યક્ષ મદન ઘોરાઈના પરિજનોને મળ્યા. ગૃહ મંત્રીએ આ મુલાકાતની જાણકારી ટ્‌વીટરના માધ્યમથી આપી છે.

Follow Me:

Related Posts