fbpx
રાષ્ટ્રીય

આ મારી અંતિમ ચૂંટણી, અંત ભલા તો સબ ભલાઃ નીતિશ કુમાર પ્રચારના અંતિમ દિવસે નીતિશકુમારનો મોટો દાવઃ આ મારી છેલ્લી ચૂંટણી છે

નીતીશ કુમારે વર્ષ ૧૯૭૭માં પહેલી વખત ચૂંટણી લડી હતી, ૨૦૦૪ બાદ એક પણ ચૂંટણી નથી લડી

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. તેમણે કે, આ તેમની અંતિમ ચૂંટણી છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂર્ણિયામાં જનસભાને સંબોધિત કરતા કે, જાણી લો આજે ચૂંટણીનો અંતિમ દિવસ છે અને પરમ દિવસે ચૂંટણી છે. આ મારી અંતિમ ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા.
ઉલ્લેખનિય છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને આ ચૂંટણીને લઈને રાજકિય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર જાેરશોરથી થઈ રહ્યો છે. આ વચ્ચે નીતિશ કુમારનું આ નિવેદન સામે આવ્યું છે.
નીતિશ કુમારે વર્ષ ૧૯૭૨માં બિહાર એન્જીનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યો. તેમણે થોડાં સમય માટે બિહાર સ્ટેટ ઈલેક્ટ્રીસિટી બોર્ડમાં નોકરી પણ કરી પરંતુ જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા જેવા નેતાઓના સંપર્કમાં આવ્યા બાદ તેઓ રાજનીતિમાં આવ્યા.
ઉલ્લેખનિય છે કે, નીતિશ કુમારે વર્ષ ૧૯૭૭માં પોતાની પહેલી ચૂંટણી લડી હતી. તેમણે નાલંદાના હરનૌતથી ચૂંટણી લડી હતી. અહીંથી નીતિશ કુમાર ચાર વખત ચૂંટણી લડી જેમાં તેમણે ૧૯૭૭ અને ૧૯૮૦માં હાર મળી, જ્યારે ૧૯૮૫ અને ૧૯૯૫ની ચૂંટણીમાં તેમની જીત થઈ હતી

Follow Me:

Related Posts