fbpx
રાષ્ટ્રીય

પીઆઈએફ રિલાયન્સ રિટેલનો ૨.૦૪ ટકા હિસ્સો ખરીદશે સાઉદી અરબના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડનું રિલાયન્સ રિટેલમાં ૯,૫૫૫ કરોડનું રોકાણ

ચોતરફ વિશ્વ સમગ્ર કોરોનાની આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્ય્šં છે પરંતુ, ભારતના સૌથી ધનિક વ્યકતિ મુકેશ અંબાણી માટે કોરોના કે લોકડાઉન કઈંક ફરક જ નથી પાડી રહ્ય્šં.
કોરોના મહામારી છતા એક બાદ એક રિલાયન્સ રીટેલમાં વિદેશી પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળની રિલાયન્સ રીટેલમાં સાઉદીના જાહેર ફંડે વધુ પૈસા ઠાલવવાનો ર્નિણય કર્યો છે.
રીપોર્ટ અનુસાર સાઉદી(પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ)એ રિલાયન્સ રીટેલમાં ૨.૦૪% હિસ્સેદારી ખરીદવાનો ર્નિણય કર્યો છે.
સાઉદીનું ફંડ રિલાયન્સ રીટેલમાં હિસ્સેદારી ખરીદવા ૧.૩ અબજ ડોલરનું રોકાણ કરશે. ભારતીય પૈસા પ્રમાણે જાેઈએ તો રિલાયન્સ રીટેલમાં સાઉદી ઁૈંહ્લ અંદાજિત ૯૫૫૫ કરોડનું રોકાણ કરશે.
આ સાથે રિલાયન્સ જિયો બાદ રીટેલમાં પણ વિદેશી રોકાણકારોએ કુલ ૧૦.૦૯% હિસ્સેદારી ખરીદીને અંબાણી સમૂહ પરનો વિશ્વાસ પેદા કર્યો છે. વિશ્વના ટોચના ૮ ફંડોએ રિલાયન્સ રીટેલમાં કુલ રૂ. ૪૭,૨૬૫ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.

Follow Me:

Related Posts