fbpx
રાષ્ટ્રીય

ઘરની ચાર દીવાલોની અંદર એસસી/એસટી પર અપમાનજનક ટિપ્પણી અપરાધ નહીંઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટએ ગુરૂવારે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંબંધિત કોઈ વ્યક્તિની વિરુદ્ઘ ઘરની ચાર દીવાલોની અંદર કોઈ સાક્ષીની અનુપસ્થિતિમાં કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી અપરાધ નથી. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિની વિરુદ્ધ એસસી-એસટી કાયદા હેઠળ લગાવવામાં આવેલા આરોપોને રદ કરી દીધા છે. એ વ્યક્તિએ ઘરની અંદર એક મહિલાને લઈ કથિત રીતે અપમાનજનક કોમેન્ટ કરી હતી. સુપ્રીમ કોર્ટે કે, કોઈ વ્યક્તિનું અપમાન કે ધમકી અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કાયદા હેઠળ અપરાધ નહીં હોય. જ્યાં સુધી કે આ પ્રકારના અપમાન કે ધમકી પીડિતના અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિથી સંબંધિત હોવાના કારણે નથી.
સુપ્રીમ કોર્ટે કે એસસી તથા એસટી કાયદા હેઠળ અપરાધ ત્યારે માનવામાં આવશે જ્યારે સમાજના નબળા વર્ગના સભ્યોને કોઈ સ્થળ પર લોકોની સામે અભદ્રતા, અપમાન અને ઉત્પીડનનો સામનો કરવો પડે. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચે કે, તથ્યોને ધ્યાને લઈ અમને જાણવા મળે છે કે અનુસૂચિચ જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદો, ૧૯૮૯ની કલમ ૩ (૧) (આર) હેઠળ અપીલકર્તાની વિરુદ્ધ આરોપ પરુવાર નથી થતા. તેથી આરોપપત્રને રદ કરવામાં આવે છે.
બેન્ચે પોતાના ૨૦૦૮ના ચુકાદાનો હવાલો આપ્યો જેમાં સમાજમાં અપમાન અને કોઈ બંધ સ્થળે કરવામાં આવેલી ટિપ્પણી વિશે અંતર જણાવવામાં આવ્યું હતું. કોર્ટે કે, ત્યારના ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જાે અપરાધ બિલ્ડિંગની બહાર જેમ કે ઘરની લોનમાં, બાલ્કનીમાં કે પછી બાઉન્ડ્રીની બહાર કરવામાં આવ્યું હશે, જ્યાંથી પસાર થતાં કોઈએ જાેયું કે સાંભળ્યું હશે ત્યારે તેને સાર્વજનિક સ્થળ માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટની આ બેન્ચે કહ્ય્šં કે હિતેશ વર્માની વિરુદ્ધ અન્ય અપરાધોના સંબંધમાં પ્રાથમિકીના કાયદા મુજબ સક્ષમ કોર્ટ દ્વારા અલગથી સુનાવણી કરવામાં આવશે.

Follow Me:

Related Posts