fbpx
રાષ્ટ્રીય

બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર ૧૬ નવેમ્બરે શપથગ્રહણ કરે તેવી શક્યતા

બિહારમાં ફરી એકવખત નીતીશકુમાર જ મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી છે. હવે નીતીશકુમાર દિવાળી બાદ ફરી એકવખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. સૂત્રોનું માનીએ તો ૧૬ નવેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારંભ યોજાઇ શકે છે.
નીતીશ કુમાર આ વખતે સાતમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સૌથી પહેલાં ૨૦૦૦ની સાલમાં તેઓ મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યારથી અત્યાર સુધી અલગ-અલગ મોકા પર તેઓ શપથ લઇ ચૂકયા છે.
ચૂંટણી પરિણામોમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી એનડીએ મોટો ભાઇ બની છે. એવામાં સતત ભાજપના કેટલાંક નેતા એવી માંગણી કરી રહ્યા હતા કે આ વખતે મુખ્યમંત્રી ભાજપનો જ બનવો જાેઇએ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર સાંજે ભાજપ મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા સ્પષ્ટતા કરી દીધી કે બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં એનડીએની જ સરકાર બનશે.
બુધવાર મોડી સાંજે નીતીશ કુમારની તરફથી ચૂંટણી પરિણામો પર પહેલી પ્રતિક્રિયા આપી. તેમણે લખ્યું કે જનતા માલિક છે અને તેમણે એનડીએને પૂર્વ બહુમતી આપી છે. નીતીશ કુમારે તેની સાથે જ લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચૂંટણી દરમ્યાન સહયોગ માટે આભાર.
ઉલ્લેખનીય છે કે આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને કુલ ૧૨૫ સીટો મળી છે. તેમાંથી ૭૪ ભાજપાને, ૪૩ જેડીયુ , ૪ હમ અને ૪ વીઆઇપીને સીટો મળી છે. તો તેજસ્વીના નેતૃત્વવાળા મહાગઠબંધન માત્ર ૧૧૦ પર થોભી ગયું. આવું છેલ્લાં બે દાયકા બાદ થયું છે જ્યારે એનડીએમાં સાથે રહેતા ભાજપની સીટો જેડીયુ કરતાં વધુ હોય.

Follow Me:

Related Posts