fbpx
રાષ્ટ્રીય

સંક્રમણના કુલ કેસ ૮૬,૮૩,૯૧૬ એક્ટિવ કેસ ૪,૮૯,૨૯૪ રિકવરી રેટ ૯૨.૮૯ %ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૭,૯૦૫ કેસ નોંધાયા, ૫૫૦ના મોત

ભારતમાં પૂર ઝડપે ફેલાતા કોરોના વાયરસનું સંક્રમણ કાબુમાં આવતું જાેવા મળી છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બીજા સ્થાન પર છે. જાે કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા નોંધાતા કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવારના રોજ છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવા ૪૭૯૦૫ કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૮૬૮૩૯૧૬ સુધી પહોંચી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દરમિયાન દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૨૭૧૮ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે જે રાહતની વાત છે. આ સાથે જ આ આંકડો વધીને ૮૦૬૬૫૦૧ સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૪૮૯૨૯૪ સુધી પહોંચ્યો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૫૫૦ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૧૨૮૧૨૧ સુધી પહોંચી ગયો છે. જાે કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ ૯૨.૮૯ ટકા સુધી પહોંચ્યો છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૫૨૦૯૬૭૩૨ કેસ નોંધાઈ ચૂક્્યા છે. જેમાંથી ૧૨૮૩૩૪૬ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૩૩૯૨૪૨૦૮ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૧૬૮૮૯૧૭૮ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

Follow Me:

Related Posts