fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીના કારણે પહેલી વાર ભારત આર્થિક મંદીમાં સપડાયુઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે મોદી સરકાર પર અર્થતંત્રને મંદીમાં ધકેલવાનો આક્ષેપ કર્યો હતો. એકતરફ કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સિતારમન બપોરે આર્થિક બૂસ્ટક ડોઝની જાહેરાત કરવાના છે તે પૂર્વે જ કોંગ્રેસે આ શાબ્દિક હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને પગલે દેશ ઈતિહાસમાં સૌપ્રથમ વખત આર્થિક મંદીમાં ધકેલાયો છે.
રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કે, દેશ મંદી તરફ ધકેલાયો છે. વડાપ્રધાન મોદીની નીતિઓથી ભારતની તાકાત તેની નબળાઈ બની ગઈ છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્‌વીટ સાથે એક અહેવાલ પણ ટાંક્્યો હતો જેમાં આરબીઆઈએ જણાવ્યું છે કે ચાલુ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બરમાં દેશનો જીડીપી માઈનસ ૮.૬ ટકા થવાની સંભાવના છે. આરબીઆઈના મતે ટેક્નિકલ રીતે ભારત ઈતિહાસમાં સૌપ્રથમ વખત દેશનું અર્થતંત્ર મંદીમાં ગરક થયું છે.
રાહુલ ગાંધીએ અગાઉ પણ નોટબંધી અને જીએસટી મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટી જેવા પગલાંથી દેશના લોકોને ત્રાસ સહન કરવો પડ્યો. નોટબંધીના ચાર વર્ષ પર કોંગ્રેસે તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવા પણ અભિયાન હાથ ધર્યું હતું.

Follow Me:

Related Posts