fbpx
રાષ્ટ્રીય

ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના પુસ્તક સંદર્ભમાં બોલ્યાદેશમાં તો ઠીક વિદેશમાં પણ રાહુલે ઇજ્જત ગુમાવી છેઃ ગિરિરાજ સિંહ

કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ ગિરિરાજ સિંઘે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટીકા કરતાં કે દેશમાં તો ઠીક, વિદેશમાં પણ રાહુલે પોતાની ઇજ્જત ગુમાવી દીધી હતી.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની આત્મકથા અ પ્રોમિસ્ડ લેન્ડમાં રાહુલ ગાંધીને શિક્ષક સામે ઊભેલા ગભરુ બાળક જેવો અને કોઇ પણ વિષયનું પૂરતું જ્ઞાન ન હોય એવા ટાબરિયા તરીકે વર્ણવવામાં આવ્યા છે. અમેરિકાના પ્રતિષ્ઠિત દૈનિક ન્યૂયોર્ક ટાઇમ્સે આજે શુક્રવારે ૧૩ નવેંબરે પોતાના અંકમાં આ પુસ્તકની સમીક્ષા કરી હતી. એ વિશે ગિરિરાજ સિંઘ બોલી રહ્યા હતા.
ઓબામાએ લખ્યું છે કે રાહુલ ગાંધી સ્કૂલમાં ભણતા એવા ગભરુ ટાબરિયા જેવા છે જે શિક્ષકને પ્રભાવિત કરવા ઉત્સુક છે પરંતુ કોઇ વિષયનું પૂરતું જ્ઞાન ધરાવતા નથી. ઓબામાએ ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉક્ટર મનમોહન સિંઘને અગાધ નિષ્ઠા ધરાવતા રાજપુરુષ તરીકે વર્ણવ્યા હતા.
ગિરિરાજ સિંઘે કે રાહુલ ગાંધીએ દેશમાં તો ઠીક, વિદેશમાં પણ પોતાની બેઇજ્જતી કરાવે છે. ૨૦૧૭માં બરાક ઓબામા ભારતની મુલાકાતે આવ્યા ત્યારે રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત થઇ હતી.

Follow Me:

Related Posts