fbpx
રાષ્ટ્રીય

‘ઓવૈસી સૂઅર કા બચ્ચા ઔર દૂસરા જિન્નાહ હૈઓવૈસી ભાજપની કઠપૂતળીઃ ઊર્દૂ શાયર મુનવ્વર રાણા

પ્રસિદ્ધ ઊર્દૂ શાયર મુનવ્વર રાણાએ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદૂલ-મુસ્લિમીનના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીને સૂઅર કા બચ્ચા અને બીજા મુહમ્મદ અલી જિન્નાહ ગણાવ્યા હતા.
તેમણે ઓવૈસીની આકરી ઝાટકણી કાઢતાં કે આવા નેતાઓ મુસ્લિમોને બરબાદ કરી રહ્યા હતા. અગાઉ રાણાએ ફ્રાન્સમાં મુસ્લિમોએ કરેલા આતંકવાદી હુમલાને વાજબી ગણાવતાં વિવાદાસ્પદ વિધાનો કર્યાં હતાં. હવે એ ઓવૈસી પર વરસી પડ્યા હતા.
રાણાએ કે ઓવૈસીએ બિહારની ચૂંટણીમાં ઝંપલાવવાની જરૂર શી હતી. માંડ માંડ મહાગઠબંધનની સરકાર બને એવી સ્થિતિ હતી ત્યારે આ માણસે આવીને બાજી બગાડી નાખી.
બન્યું એવું કે ઓવૈસીએ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને બિહારના સીમાંચલ વિસ્તારમાં પાંચ બેઠકો જીતી લીધી હતી. મહાગઠબંધન અને બીજા પક્ષો ઓવૈસીને મતકટવા એટલે કે પોતાના મતો ઝૂંટવી જનાર ગણાવતા હતા. એ વિધાન સાથે સંમત થતાં રાણાએ કે ઓવૈસી ભાજપની કઠપૂતળી હતો. એણે બિહારમાં ભાજપને વધુ બેઠકો મળે એ માટેજ પોતાના ઉમેદવારો ઊભા કર્યા હતા. એને કારણે મુસ્લિમોના મતો વહેંચાઇ ગયા હતા. રાણાએ બિહારના મુસ્લિમોની પણ ઝાટકણી કાઢી હતી અને હતું કે બિહારી મુસ્લિમો તમે રાજી થાઓ કે તમારા મતોએ ભાજપને સત્તા આપી હતી.

Follow Me:

Related Posts