fbpx
રાષ્ટ્રીય

કોરોનાએ દેશને ફરી લીધો ભરડામાં : દિલ્હીમાં બોર્ડર પર જ રેન્ડમ ચેકિંગ તો અમદાવાદમાં બનાવાયા કોરોનાના નવા વોર્ડ

સોશિયલ મીડિયા પર કોરોના દિવાળી કરીવા રોકાશે એવા ફની મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પણ હવે આ મજાક સાચી પડી રહી છે. દિવાળીનો તહેવાર પુરો થયો, નવા વર્ષની શરૂઆત થઈ ચુકી છે. આવતી કાલથી લાભપાંચમથી બધુ પહેલાની જેમ કાર્યરત થઈ જશે પરંતુ કોરોના જવાનું નામ લેતો નથી. ઉલટાનું કોરોનાએ તેનો સંકજો વધુ મજબૂત કર્યો હોય એમ લાગે છે. દેશમાં કોરોનાના નવા કેસના આંકડાઓ ઝડપથી વધી રહ્યાં છે અને ફરી વખત ડરનો માહોલ ઉભો થઈ રહ્યો છે. તંત્ર પણ એલર્ટ થઈને કોરોના સામે લડવા માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે રાજધાની દિલ્હીમાં બોર્ડર પર લોકોનું રેન્ડમ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને અમદાવાદમાં નવા કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.દિલ્હીથી નોઈડા રોજ હજારો લોકોનું આવન જાવન હોય છે. અનેક લોકોનું ઘર નોઈડામાં અને ઓફિસ દિલ્હીમાં હોય છે. ત્યારે તંત્રએ ક્રોસ બોર્ડર જ ડેરો નાંખીને લોકોના રેન્ડમ ટેસ્ટ કરવાનું શરૂ કર્યુ છે. અહિથી પસાર થતા લોકોના રેન્ડમ ટેસ્ટ કરવામાં આવે છે અને તેમાં એક જ વિસ્તારમાંથી આવતા વધુ લોકોના કોરોના પોઝિટિવ આવે તો તે વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવાની યોજના બનાવવામાં આવી છે. આ યોજના ઉપર અમલ પણ શરૂ થઈ ગયો છે અને લોકોના ટેસ્ટ પણ થવા લાગ્યા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6396 નવા કોરોનાના કેસ નોંધાયા છે ત્યારે તંત્રની સાથે સાથે લોકોએ પણ જાગૃત થવું પડશે અને પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો પડશે. બીજી તરફ કોરોના હવે ગામડામાં વકરી રહ્યો છે જે વાસ્તવમાં અત્યંત ચિંતાજનક છે. સાથે સાથે અમદાવાદમાં પણ કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધતા 100 બેડના નવા કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

Follow Me:

Related Posts