fbpx
રાષ્ટ્રીય

કોરોના વોરિયર્સના બાળકો માટે MBBSમાં 5 સીટ રહેશે રિઝર્વ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની જાહેરાત

દેશમાં કોરોના વાયરસ સામે સતત લડી રહેલા કોરોના વોરિયર્સ માટે સ્વાસ્થ્ય મંત્રીએ મહત્વની ઘોષણા કરી છે. તેમણે એમબીબીએસમાં કોરોના વોરિયર્સના બાળકો માટે 5 સીટ રિઝર્વ રાખવાની જાહેરાત કરી છે. સરકારી સેવા પ્રસાર ભારતી અનુસાર સ્વાસ્થ્ય મંત્રીએ આ તકે એમ પણ જણાવ્યું છે કે કયા લોકો કોરોના વોરિયર્સની યાદીમાં આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનએ આ ઘોષણા કરી હતી કે મેડિકલ કોલેજમાં એમબીબીએસ બેઠકોમાં 5 સીટ કોવિડ વોરિયર્સના બાળકો માટે આરક્ષિત રહેશે. તેમણે કહ્યું હતું કે, આશા કાર્યકર્તા અને હોસ્પિટલમાં કામ કરતી નર્સ કે ડોક્ટર્સ હશે. તેમના બાળકો માટે રાષ્ટ્રીય કોટામાં 5 સીટ આરક્ષિત કરવામાં આવી છે.

Follow Me:

Related Posts