fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસનો ઐતિહાસિક ર્નિણયઃ અધ્યક્ષની ચૂંટણી ડિજિટલ માધ્યમથી કરાવશે, વિવિધ વિસ્તારના કુલ ૧૫૦૦ ડેલિગેટ્‌સ મતદાન કરશે


દેશના રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસે પોતાના નવા અધ્યક્ષની ચૂંટણી ડિજિટલ માધ્યમથી કરવાનો ર્નિણય લીધો હોવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસે પોતાના ડેલિગેટ્‌સને ડિજિટલ આઇ કાર્ડ આપવાના કાર્યનો આરંભ ક્યારનો કરી દીધો હતો. છેલ્લા થોડા સમયથી પક્ષની યાદવા સ્થળી એવા તબક્કે પહોંચી હતી જ્યારે શશી થરૂર, ગુલામ નબી આઝાદ અને કપિલ સિબલ જેવા ૨૩ વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને કાયમી અધ્યક્ષ અને નવી કારોબારી સમિતિ રચવાની માગણી કરી હતી. એ સમયે તો સોનિયા ગાંધીએ આ બળવો દબાવી દીધો હતો. પરંતુ પક્ષના મોવડી મંડળને ખ્યાલ આવી ગયો હતો કે હવે લાંબું ખેંચવામાં મજા નથી. એટલે એ સમયે એવો વાયદો કરાયો હતો કે ૨૦૨૧ના જાન્યુઆરી સુધીમાં પક્ષને કાયમી પ્રમુખ મળી જશે. આ પ્રમુખ ગાંધી પરિવારના જ હોય એવું જરૂરી નથી એવું પણ બળવાખોરોને રાજી રાખવા આડકરતી રીતે જણાવી દેવાયું હતું. હવે ૨૦૨૦ની સાલ ઝડપથી પૂરી થવા આવી રહી હતી ત્યારે કોરોના કાળને ધ્યાનમાં રાખીને એવી જાહેરાત કરાઇ હતી કે પ્રમુખપદની ચૂંટણી ડિજિટલ રીતે કરવામાં આવશે. પક્ષની સેન્ટ્રલ ઇલેક્શન ઑથોરિટીના પ્રવક્તાએ કહ્યું કે રાહુલ ગાંધી અધ્યક્ષપદ સ્વીકારવા તૈયાર હશે તો એમ માની લેવાશે કે રાહુલ સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ સ્વીકાર્ય નેતા છે. પરંતુ અધ્યક્ષપદ માટે એક કરતાં વધુ ઉમેદવાર હશે તો મતદાન લેવાશે. દેશના વિવિધ વિસ્તારના કુલ ૧૫૦૦ ડેલિગે્‌ટસ મતદાન કરશે. પક્ષના એક પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે બે રાજ્ય બાદ કરતાં અમને બધાં રાજ્યોના ડેલિગેટ્‌સ મળી ચૂક્યા હતા. એક કરતાં વધુ ઉમેદવાર હશે તો અમે ચૂંટણી કરીશું. કોઇ પણ પરિણામ માટે પક્ષ અત્યારે તૈયાર હતો. અમે કરેલા વાયદા મુજબ પક્ષને કાયમી પ્રમુખ આપવાની તૈયારી અમે કરી રહ્યા હતા. જરૂર પડ્યે ચૂંટણી અચૂક કરવામાં આવશે.

Follow Me:

Related Posts