fbpx
રાષ્ટ્રીય

કોરોનાનો ખાત્મો નક્કી, ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિને ટ્રાલયમાં કમાલ કર્યોઆશાનું કિરણઃ ઓક્સફોર્ડની કોરોના વેક્સિન ૭૦ ટકા અસરકારક સાબિત થઇ

કોરોના વાયરસની વેક્સિનની રાહ જાેઇ રહેલા વિશ્વ માટે વધુ એક સારા સમાચાર છે. ઑક્સફર્ડ – એસ્ટ્રાઝેનેકાની કોવિડ રસી ત્રીજા તબક્કાના ટ્રાયલમાં ૭૦%થી વધારે અસરકારક રહી. સોમવારે બહાર પાડવામાં આવેલા વચગાળાના વિશ્લેષણ મુજબ, જ્યારે બે પ્રકારના ડોઝ એક સાથે મૂકવામાં આવ્યા ત્યારે રસીની અસરકારકતા ૭૦.૪% રહી. સંશોધનકારોના જણાવ્યા અનુસાર અલગ-અલગ કરવા પર રસી ૯૦% સુધી અસરકારક રહી. જ્યારે પ્રથમ ડોઝ ઓછો અને બીજાે સામાન્ય હતો ત્યારે રસી વધુ અસરકારક હતી.
એટલે કે, પ્રારંભિક સંકેતો સૂચવે છે કે રસી વાઇરસ ટ્રાન્સમિશન ઘટાડી શકે છે. રસી સલામત પણ મળી આવી છે અને કોઈ સ્વયંસેવકને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી. ભારત માટે આ ખૂબ જ સારા સમાચાર છે કારણ કે સરકાર પ્રથમ આ રસી મેળવવા તરફ આગળ વધી રહી છે. ઑક્સફર્ડ રસી ગ્રુપના ડિરેક્ટર અને ટ્રાયલના ચીફ ઇન્વેસ્ટિગેટર પ્રોફેસર એન્ડ્ર્યૂ પોલાર્ડના જણાવ્યા અનુસાર, “આ પરિણામો દર્શાવે છે કે અસરકારક રસી ઘણા લોકોનું જીવન બચાવી શકે છે.”
તેમણે કહ્યું કે ડોઝની ચાર પદ્ધતિઓમાંની એકમાં રસી ૯૦% સુધી અસરકારક હતી અને જાે આપણે આ જ રીત અપનાવીએ તો ઘણા લોકોને રસી આપી શકાય છે. ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે જાે રસીનો પ્રથમ ડોઝ અડધામાં આપવામાં આવે છે અને બીજાે ડોઝ પૂર્ણ તો આ વેક્સિન ૯૦% સુધી અસરકારક છે. ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા હવે સાથે મળીને રસીના આ વચગાળાના વિશ્લેષણને યુકેમાં ડ્રગ નિયમનકારોની સામે મૂકશે. જાે રસીને તાત્કાલિક મંજૂરી મળે છે તો રસી ડિસેમ્બરથી ઉપલબ્ધ થઈ શકે છે. ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પણ યુકેમાં ઇમરજન્સી મંજૂરીઓને ધ્યાનમાં રાખશે. તેણે એસ્ટ્રાઝેનેકા સાથે રસીના ૧૦૦ મિલિયન ડોઝ પર હસ્તાક્ષર કર્યા છે.
જાે યુકેમાં ઇમરજન્સી મંજૂરી મળે છે તો ભારતમાં કંપની રસીના સમાન ડેટાના આધારે કટોકટીની મંજૂરી માટે અરજી કરી શકે છે. જાે આવું થાય છે તો ભારતમાં રસી જાન્યુઆરી સુધી ‘કોવિશિલ્ડ’ નામે મળી શકે છે. આ રસીના વચગાળાના વિશ્લેષણ માટે યુનાઇટેડ કિંગડમ, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના ૨૪,૦૦૦ થી વધુ સ્વયંસેવકોના ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રસી વર્તમાન હેલ્થકેર સિસ્ટમ હેઠળ સરળતાથી વહેંચી શકાય છે, કારણ કે તેનો ૨ થી ૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સંગ્રહ કરવો પડે છે. એક નિવેદનમાં ઑક્સફર્ડે કહ્યું કે ૧૦થી વધુ દેશોમાં રસીના ઉત્પાદનનું કામ ચાલી રહ્યું છે.

Follow Me:

Related Posts