fbpx
રાષ્ટ્રીય

ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્ય કોરોનાથી સંક્રમિત થયા

દેશમાં દિવસેને દિવસે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે સામાન્ય જનતાની સાથે દેશના દિગ્ગજ નેતાઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે ત્યારે વધુ એક રાજકીય નેતા કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડના રાજ્યપાલને કોરોનાનો ચેપ લાગ્યો છે. ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ ટ્‌વીટ કરીને પોતે કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી આપી છે.
રાજ્યપાલે મૌર્યએ ટ્‌વીટ કરતા લખ્યું છે, ‘મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હું એસિમ્પટૉમૅટિક છું અને મને કોઈ તકલીફ નથી. ડોક્ટર્સની દેખરેખ હેઠળ હું ખુદને આઇસોલેટ કરી રહી છું.”
સાથે જ તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરતા લખ્યું છે, “તમારામાંથી જે લોકો છેલ્લા કેટલાંક દિવસોમાં મારા નજીકના સંપર્કમાં આવ્યા છે તે મહેરબાની કરીને સાવધાની રાખો અને પોતાના ટેસ્ટ કરાવો.

Follow Me:

Related Posts