fbpx
રાષ્ટ્રીય

અમિત શાહનું આદિવાસીના ઘરે ભોજન નર્યો ઢોંગ, ૫ સ્ટાર હોટલથી મંગાવ્યું ફૂડઃ મમતા

તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહે પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લાનો પ્રવાસ ખેડ્યો હતો. આ દરમિયાન તેમણે એક આદિવાસીના ઘરે ભોજન કર્યું હતું. આદિવાસી પરિવાર સાથે કેન્દ્રીય મંત્રીના ખાવાનું ખાતા હોય તેવા ફોટાઓ પણ સામે આવ્યા હતા. હવે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને ઢોંગ ગણાવીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
મમતા બેનર્જીએ કહ્યું છે કે, બાંકુડા જિલ્લામાં આદિવાસીના ઘરે અમિત શાહનું જવું માત્ર દેખાડો હતો. તેમણે દાવો કર્યો કે, જે ભોજન અમિત શાહે લીધુ હતું, તે ફાઈવ સ્ટાર હોટલમાં બનાવવામાં આવ્યું હતું.
જાે કે હવે બાંકુડાના ખત્રામાં એક જનસભાને સંબોધિત કરતા મમતાએ આદિવાસી મતોનું ધ્રુવીકરણ કરવા માટે અનેક મોટા વાયદા અને જાહેરાતો કરી છે. મમતાએ આ દરમિયાન બિરસા મુંડાની જયંતી (૧૫ નવેમ્બર) પર આગામી વર્ષે રાજ્યમાં સરકારી રજાની જાહેરાત કરી છે. આ સાથે જ કહ્યું કે, તે માત્ર દેખાડાની રાજનીતિ નથી કરતી તેમની જેમ ફાઈવ સ્ટાર હોટલથી ખાવાનું મંગાવીને આદિવાસીના ઘરે બેસીને ખાવાનું નાટક નથી કરતી.

Follow Me:

Related Posts