fbpx
રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયા પ્રવાસભારતને મોટો ઝટકો, ઇશાંત-રોહિત પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત કરે તે પહેલા જ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી બેટ્‌સમેન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર ઇશાંત શર્મા ૪ ટેસ્ટ સીરિઝની પ્રથમ ૨ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. જ્યારે અંતિમ ૨ ટેસ્ટમાં પણ તેમનું રમવું અઘરું લાગી રહ્યું છે. રોહિત અને ઇશાંત બંને અત્યારે બેંગલુરુંના નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ફિટનેસ મેળવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, રોહિતને એનસીએ ૮ ડિસેમ્બર પહેલા ટ્રાવેલ કરવા માટેની પરવાનગી આપશે નહિ. તે પછી જ રોહિત ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ શકે છે. ત્યારબાદ ત્યાં પહોંચીને ૧૪ દિવસ ક્વોરન્ટીનમાં રહેવાનું હોવાથી તે પ્રથમ ૨ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કારણકે ક્વોરન્ટીનમાં નીકળ્યા પછી પણ તેણે નેટ્‌સ પર મેચ ફિટનેસ મેળવવા ઘણો સમય પસાર કરવો પડશે.
ઇશાંતે ફિટનેસ મેળવી લીધી છે, પરંતુ ટેસ્ટ મેચ ફિટનેસ એટલે કે લાંબા સ્પેલ નાખવા માટે તેને ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટીન પીરિયડ સમાપ્ત કર્યા પછી ૪ અઠવાડિયા કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ હેઠળ નેટ્‌સમાં પ્રેક્ટિસ કરવી પડશે. તેવામાં તેને જાે અંતિમ ૨ ટેસ્ટમાં રમવું હોય તો વહેલી તકે ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ પકડવી પડશે. બોર્ડના અધિકારીએ કહ્યું કે, ્‌-૨૦માં ચાર ઓવર નાખવા ઇશાંત ફિટ છે પરંતુ ટેસ્ટ મેચ ફિટનેસ મેળવવા માટે તેને ફરજિયાત ૪ અઠવાડિયા પ્રેક્ટિસ કરવી પડશે.
જાે રોહિત અંતિમ ૨ ટેસ્ટમાં પણ ટીમમાં સ્થાન ન મેળવે તો તેની જગ્યાએ શ્રેયસ ઐયરને તક મળી શકે છે. ઐયર અત્યારે વનડે અને ્‌-૨૦ ટીમનો ભાગ છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મુંબઈ વતી રમતા ૫૪ મેચમાં ૫૨.૧૮ની એવરેજથી ૪૫૯૨ રન કર્યા છે. તેમજ આ દરમિયાન ૧૨ સેન્ચુરી અને ૨૩ ફિફટી મારી છે. ટેસ્ટ સ્ક્વોડમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ જેવા ખેલાડી હોવાથી બોર્ડ કદાચ જ ઇશાંતનું રિપ્લેસમેન્ટ જાહેર કરશે. ટીમ પાસે રિઝર્વમાં કાર્તિક ત્યાગી, કમલેશ નગરકોટી અને ઈશાન પોરેલ પણ છે.

Follow Me:

Related Posts