fbpx
રાષ્ટ્રીય

યોગી કેબિનેટનો ર્નિણયઅયોધ્યા એરપોર્ટનું ‘મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ’ કરાયુ

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થવા સાથે જ જિલ્લાને સંપૂર્ણ રીતે ટુરિસ્ટ સ્પોટમાં બદલવા મથી રહી છે. અહીં એક શાનદાર એરપોર્ટથી લઈને વિશ્વ સ્તરનું રેલવે સ્ટેશન અને ડોમેસ્ટિક બસ સ્ટેશન બનાવવાની ક્વાયત હાથ ધરવામાં આવી છે.
યોગી સરકારે નિર્માણ પામી રહેલા અયોધ્યા એરપોર્ટનું નામ બદલવાનો ર્નિણય કર્યો છે. જે મુજબ નવું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ, અયોધ્યા હશે.
બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એલાન કર્યું છે કે, ઉત્તર પ્રદેશમાં સંત તુલસીદાસ અને સંત વાલ્મિકી સાથે સંકળાયેલા સ્થળોને સૌ પ્રથમ વિક્સિત કરવાનું કામ કરવામાં આવશે. જે અંતર્ગત પ્રવાસ અને સંસ્કૃતિ વિભાગ બુંદેલખંડમાં આવતા ચિત્રકૂટ જિલ્લાના રાજાપુર તાલુકા અને લાલપુરમાં વિકાસ કાર્યની શરૂઆત કરશે.
જણાવી દઈએ કે, રાજાપુરમાં રામચરિત માનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસ સાથે સંકળાયેલો છે. જ્યારે લાલાપુર સંસ્કૃતમાં લખેલી રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી સાથે સંકળાયેલો છે.

Follow Me:

Related Posts