fbpx
રાષ્ટ્રીય

અહેમદ પટેલ અલવિદા : અંતિમવિધિ શરુ, રાહુલ ગાંધી, શંકરસિંહ, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ પહોંચ્યા પિરામણ

દિલ્હીની હોસ્પિટલમાં મંગળવારે વહેલી સવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થયું હતું. તેમની અંતિમ ઈચ્છા અનુસાર તેમની દફનવિધિ તેમના વતનમાં કરવા માટે ખાસ ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા અને ત્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાખવામાં આવ્યો હતો. અહીંથી સવારે અહેમદ પટેલનો પાર્થિવ દેહ વતન પિરામણ લઇ જવાયો હતો. અહેમદ પટેલની અંતિમ વિધિમાં હાજરી આપવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પિરામણ ગામ પહોંચ્યા હતા. આ ઉપરાંત અહેમદ પટેલના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ, કોંગ્રેસના કાર્યકરો અને લોકો ઉમટી પડ્યા હતા. પિરામણ ગામ ખાતે શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવિડિયા, શક્તિસિંહ ગોહિલ અને જયંતિ બોસ્કી પણ પહોંચ્યા હતા. આ ઉપરાંત કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર પિરામણ અને કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહિતના ટોચના નેતાઓ પિરામણ પહોંચ્યા હતા. અહેમદ પટેલના પાર્થિવ દેહને કબ્રસ્તાનમાં લઇ જવામાં આવ્યો જ્યાં નમાઝ અદા કર્યાં બાદ તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts