fbpx
રાષ્ટ્રીય

બંધારણ દિવસના પ્રસંગે કેવડિયામાં ચાલતા કાર્યક્રમને વડાપ્રધાને સંબોધિત કર્યુંએક દેશ એક ચૂંટણી ભારતની જરૂરિયાત,મંથન કરવું જરૂરીઃ મોદી

થોડા થોડા મહિનામાં ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી જ હોય છે, આજનું ભારત નવી નીતિ-રીતી સાથે આતંકવાદનો સામનો કરી રહ્યું છે, જનતા સાથે જાેડાયેલી યોજનાઓને અટકાવનારનો કોઈ મલાલ નથી, બંધારણની ભાષા એવી છે જે દરેકને સમજમાં આવે, વર્ષો સુધી સરદાર સરોવર ડેમની કામગીરી અટકી રહી હતી
સંકલ્પ પુરો કરવા માટે મળીને કામ કરવાનું છે, કોરોના કાળમાં જનતાએ મજબૂતાઈ બતાવી, લોકોએ નો યોર કન્સ્ટિટ્યુશનકરવુ જરૂરી, સંપૂર્ણપણે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધવું જાેઈએ,સંસદમાં આ વખતે દર વખત કરતાં વધારે સારું કામ
વડાપ્રધાને મુંબઈ હુમલાને યાદ કરી તેમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બંધારણ દિવસના પ્રસંગે કેવડિયામાં ચાલતા એક કાર્યક્રમને સંબોધિત કરતા ફરીથી દેશનું ધ્યાન એક દેશ એક ચૂંટણી તરફ ખેંચ્યુ અને તેને આજના સમયની જરૂરિયાત બતાવી.
મોદીએ જણાવ્યું હતું કે દેશમાં દર મહિને ક્યાંયને ક્યાંય ચૂંટણી હોય છે. તેના પર મંથન શરૂ થવું જાેઈએ. મોદીએ જણાવ્યું હતું કે આપણે હવે સંપૂર્ણપણે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધવુ જાેઈએ અને કાગળનો ઉપયોગ બંધ કરવો જાેઈએ. આઝાદીના ૭૫ વર્ષને જાેતાં આપણે પોતાના લક્ષ્યાંક જાતે નક્કી કરવા જાેઈએ.
વડાપ્રધાને જણાવ્યું હતું કે બંધારણની રક્ષામાં ન્યાયતંત્રની મહત્ત્વની ભૂમિકા છે. તેમણે જણાવ્યું હતું કે સીત્તેરના દાયકામાં તેને ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તેનો જવાબ બંધારણે જ આપ્યો. કટોકટી પછી આ સિસ્ટમ વધારે મજબૂત થતી ગઈ, તેના પછી અમને ઘણુ શીખવા મળ્યું છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે દરેક નાગરિકે બંધારણને સમજવું જાેઈએ અને તેના હિસાબે ચાલવુ જાેઈએ. લોકોએ કેવાયસી એટલે કે નો યોર કન્સ્ટિટ્યુશન પર ભાર મૂકવા જાેઈએ. વિધાનસભાની ચર્ચાઓ દરમિયાન જનભાગીદારી કેવી રીતે આગળ વધે તેના પર ચર્ચા કરવી જાેઈએ. હવે ગૃહમાં પણ કોઈ ખાસ વિષય પર ચર્ચા થાય તો તેની સાથે જાેડાયેલા લોકોને બોલાવવા જાેઈએ.
પોતાના સંબોધમાં મોદીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં દેશના લોકોને બંધારણ પર વિશ્વાસ હોવાની વાતનું સમર્થન કર્યુ છે. સંસદમાં આ વખત નિયત સમય કરતાં વધારે કામ થયું છે. સાંસદોએ પોતાના વેતનમાં કાપ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના કાળમાં દેશે ચૂંટણી પણ યોજી, નિયમો મુજબ સરકાર પણ બની ગઈ, જે બંધારણની તાકાત છે.
તેમણે કહ્યું હતું કે દેશ બંધારણ દિવસ મનાવી રહ્યુ છે અને લોકશાહીના તહેવારની ઉજવણીમાં ડૂબેલું છે. મોદીએ જણાવ્યું હતું કે દરેકે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી કામ કરવું જાેઈએ. આ પ્રકારના મુદ્દા પર રાજકારણ રમાય તો બધાને તેનું નુકસાન થાય છે. સરદાર સરોવર બંધ પણ આ રાજકારણનો શિકાર થતો રહ્યો છે. જ્યારે પાણી ઘટ્યુ ત્યારે રાજસ્થાનથી ભૈરોસિંહ શેખાવત-જસવંતસિંહ ગુજરાત તેમને મળવા આવ્યા અને અભિનંદન આપ્યા.
મોદીએ જણાવ્યું હતું કે જે લોકોના લીધે બંધનું કારણ વર્ષો સુધી રોકાયેલું રહ્યુ, તેનો ખર્ચ કરોડો રૂપિયા વધ્યો, તેમના ચહેરા પર આજે ન તો કોઈ પસ્તાવો છે. સરદાર પટેલ ક્યારેય જનસંઘ કે ભાજપના સભ્ય ન હતા. પરંતુ ત્યાં કોઈ રાજકીય છૂતઅછૂતની વાત નથી. આજે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઊભું છે, તેનો ફાયદો આસપાસના શહેરને મળ્યો છે, લોકોને રોજગાર મળ્યો છે.
તેની સાથે મોદીએ પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ ૨૬ નવેમ્બરના રોજ કરેલા મુંબઈ હુમલાને યાદ કર્યો હતો, જેમા કેટલાય લોકોના જીવ ગયા હતા. મોદીએ જણાવ્યું હતું કે આજે ભારત આતંકવાદનો નવી પદ્ધતિથી સામનો કરી રહ્યુ છે.

Follow Me:

Related Posts