fbpx
રાષ્ટ્રીય

કુલ કેસની સંખ્યા ૯૩ લાખની નજીક, ૧.૩૫ લાખના મૃત્યુ નીપજ્યાભારતમાં કોરોનાનો કહેરઃ ૨૪ કલાકમાં ૪૪૪૮૯ પોઝિટિવ કેસ નોંધાયા

દેશના નાગરિકો એક તરફ કોરોનાની વેક્સીનની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે, તો બીજી તરફ સંક્રમણ હજુ પણ સતત વધી રહ્યું છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા હવે ૯૩ લાખને સ્પર્શવાની નજીક છે. બીજી તરફ રોજ સરેરાશ ૫૦૦ લોકો કોવિડ-૧૯ સામે લડતાં પોતાનો જીવ ગુમાવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૪૮૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૨૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૨,૬૬,૭૦૬ થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૮૬ લાખ ૭૯ હજાર ૧૩૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલમાં ૪,૫૨,૩૪૪ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૫,૨૨૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૫ નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૩,૫૯,૩૧,૫૪૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૧૦,૯૦,૨૩૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts