fbpx
રાષ્ટ્રીય

મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરે બોલ્યા-શાંત છું, સંયમી છું પરંતુ તેનો મતલબ એ નથી કે નપુસંક છુ

ભારતીય જનતા પાર્ટી અને મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરેની વચ્ચેનો વિવાદ ફરી એકવખત સામે આવ્યો છે. સુશાંત સિંહ રાજપૂત મુદ્દાને લઇ લાંબા સમયથી બંને વચ્ચે ચાલી રહેલી તકરાર પર છેલ્લાં કેટલાંક દિવસથી શાંત હતા પરંતુ ઉદ્ધવે એક ઇન્ટરવ્યુમાં મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે શાંત છું, સંયમી છું પરંતુ તેનો મતલબ એ નથી કે નપુસંક છું. ઠાકરે સરકારની પહેલી વર્ષગાંઠની પૂર્વસંધ્યાના અવસર પર શિવસેનાના મુખપત્ર સામનાને આપેલા ઇન્ટરવ્યુમાં ઠાકરે એ કેટલાંય અગત્યના મુદ્દા પર પોતાની વાત કરી.તેમાં તેમણે કહ્યું છે કે હું શાંત છું, સંયમી છું, પરંતુ તેનો મતલબ હું નામર્દ નથી અને આ રીતે અમારા લોકોના પરિવારજનો પર પ્રહારો ચાલુ છે. આ રીત મહારાષ્ટ્રની નથી. બિલકુલ નથી.
એક સંસ્કૃતિ છે. હિન્દુત્વવાદી કહેવાયા બાદ એક સંસ્કૃતિ છે અને તમે પરિવાર પર આવશો, બાળકો પર આવનાર હશે તો અમારા પર હુમલો કરનાર જે-જે પરિવાર અને બાળકો છે તેમને હું કહેવા માંગીશ કે તમારો પણ પરિવાર અને બાળકો છે. તમે દૂધે ધોયેલા નથ. તમારી ખીચડી કેવી બનાવાની છે એ અમે બનાવીશું. સુશાંત સિંહ રાજપૂત કેસમાં કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારની વચ્ચે ચાલી રહેલા ઘમાસણ પર ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે હું તેમની જેમ કરૂણાભરી નજરેથી જાેઉું છું. કારણ કે જેમને લાશ પર માખણ રાખીને વેચવાની જરૂર પડે છે તેઓ રાજકારણ કરવાને લાયક નથી. દુર્ભાગ્યથી એક યુવકનો જીવ ગયો.એ ગયેલા જીવ પર તમે રાજનીતિ કરો છો? કેટલાં નીચલા સ્તર પર જાઓ છો?
આ વિકૃતિથી પણ ગંદું રાજકારણ છે. જેને આપણે મર્દ કરીએ છીએ, તે મર્દની જેમ લડે છે. દુર્ભાગ્યથી એક જીવ જતો રહ્યો, એ ગયેલા જીવ પર તમે રાજનીતિ કરો છો? તેના પર આગ ચાંપી તમે રોટલા શેકો છો?પઆ તમારી ઓકાત છે? મહારાષ્ટ્રમાં સીબીઆઈના પ્રતિબંધ પર ઉદ્ધવ એ કહ્યું કે સીબીઆઈનો દુરૂઉપયોગ થવા લાગ્યો ત્યારે આવી નકેલ કસવી જ પડે છે. અમે નામ આપીએ છીએ, અમારી પાસે નામ છે. માલ-મસાલો તૈયાર છે. સંપૂર્પણે તૈયાર છે પરંતુ બદલાની ભાવના રાખવી જ કેમ? પછી જનતા અમારી પાસે શું અપેક્ષા રાખશે. બદલાની ભાવનાથી જ કામ કરવું છે તો તમે એક બદલો લો અમે દસ લઇશું. ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે મહારાષ્ટ્રે મુઇ માતાનું દૂધ પીધું નથી. વાઘનું સંતાન છે. કોઇપણ મહારાષ્ટ્રની આડે આવશે કે પછી દબાવાની કોશિષ કરશે તો શું થશે, તેના ઇતિહાસમાં ઉદાહરણ છે. તમારી પાસે પ્રતિશોધ ચક્ર છે, અમારી પાસે સુદર્શન ચક્ર છે. અમે પાછળ લગાવી શકીએ છે.

Follow Me:

Related Posts