fbpx
રાષ્ટ્રીય

સમુદ્રમાં તૂટી પડ્યું ભારતીય નેવી MiG 29k, પાઇલટની શોધખોળ ચાલુ

આઈએનએસ વિક્રમાદિત્ય પર તૈનાત ભારતીય નેવીનું એક મિગ -૨૯ા ગુરુવારે અકસ્માતનો ભોગ બન્યું હતું. ભારતીય નેવીના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે પાંચ વાગ્યે મીગ-૨૯કે દુર્ઘટના સર્જાઈ હતી. અને વિમાન દરિયામાં પડી ગયું હતું. ફાઇટર એરક્રાફ્ટનો એક પાઇલટ મળી આવ્યો છે જ્યારે બીજા પાઇલટની શોધ કરવામાં આવી રહી છે.
નેવીના જણાવ્યા અનુસાર, આ ઘટના અંગે તપાસના આદેશ અપાયા છે. આ વિમાનનો ઉપયોગ ટ્રેનર એરક્રાફટ તરીકે કરવામાં આવી રહ્યો હતો. વિમાનના બીજા પાઇલટને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. પાઇલોટ્‌સની દરિયાઇ વિસ્તારમાં હવા અને પાણી પર કામગીરી કરી શોધખોળ કરવામાં આવી રહી છે.
ભારતીય નેવીના નિવેદન અનુસાર, આ મિગ -૨૯ આઈએનએસ વિક્રમાદિત્ય પર તૈનાત હતું. છેલ્લા કેટલાક દિવસોમાં, જ્યારે ભારતીય નૌકાદળ દ્વારા માલબારમાં સૈન્ય યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો છે, આ યુદ્ધાભ્યાસમાં પણ મિગ -૨૯દ્ભ તેમાં ભાગ લીધો હતો.

Follow Me:

Related Posts