fbpx
રાષ્ટ્રીય

દિલ્હી પોલીસની ૯ સ્ટેડિયમોને અસ્થાયી જેલમાં પરિવર્તીત કરવાની માંગ નકારાઈખેડૂતોની માંગ યોગ્ય છે અને તેમને પ્રદર્શન કરવાનો અધિકાર છેઃ કેજરીવાલ સરકાર

દિલ્હી પોલીસની ૯ સ્ટેડિયમને કામચલાઉ જેલમાં પરિવર્તીત કરવાની માંગને દિલ્હીની કેજરીવાલ સરકારે નકારી દીધી છે. દિલ્હી પોલીસે ખેડૂતોના પ્રદર્શનના લીધે કામચલાઉ જેલની માંગ કરી હતી. દિલ્હી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ખેડૂતોની માંગ યોગ્ય છે અને આવામાં તેમને જેલમાં નાખવા યોગ્ય નથી. દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને એક નિવેદન જારી કરી જણાવ્યું હતું કે ખેડૂતોની માંગ યોગ્ય છે અને તેમની પ્રદર્શન અહિંસક રીતે થઈ રહ્યુ છે. શુક્રવારે સવારે ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હીની બોર્ડરે આવી ગયા હતા. તેના પછી દિલ્હી પોલીસે તૈયારી શરૂ કરી હતી. વાસ્તવમાં મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી સરહદ પર છે અને તે દિલ્હીમાં પ્રવેશી શકે છે.
આવામાં દિલ્હી પોલીસે રાજ્ય સરકારના કુલ નવ સ્ટેડિયમને કામચલાઉ જેલમાં પરિવર્તીત કરવાની માંગ કરી હતી. આથી જાે ખેડૂતો દિલ્હીમાં એકઠા થાય તો તેમની સામે પગલાં લી શકાય. દિલ્હી પોલીસની આ અપીલ પછી આમ આદમી પાર્ટીની તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. આપના નેતા રાઘવ ચઢ્ઢાનું કહેવું છે કે તે રાજ્ય સરકારને અપીલ કરે છે કે તેઓ પોલીસની અપીલ નકારે. રાઘવે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની વાત મૂકવાનો હક્ક છે અને તેમની સાથે ગુનેગાર જેવો વર્તાવ ન કરી શકાય. તેની સાથે આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર ખેડૂતોના મુદ્દે મોદી સરકારને અવિરત ઘેરી છે. અમારા ખેડૂતોને વાય પ્લસ સિક્યોરિટી તો દૂર પણ મોદી સરકારે તેના પર આંસુ ગેસના ગોળા અને વોટર કેનન છોડી.
આવામાં બધાની નજર અરવિંદ કેજરીવાલ પર હતી. તેનું કારણ તે હતું કે તેઓ પોતે ખેડૂતોના પ્રદર્શનને યોગ્ય ઠેરવી ચૂક્યા હતા. પોલીસ દ્વારા તેમના પર લેવામાં આવેલા એક્શન સામે તે અવાજ ઉઠાવી ચૂક્યા છે. બીજી બાજુ પોલીસ પણ કોરોના સંકટનો હવાલો આપીને દિલ્હીમાં ભીડને રોકવા ઇચ્છી રહી છે, તેથી તેણે ખેડૂતો માટે કામચલાઉ જેલની માંગ કરી હતી. ગઈકાલે હરિયાણા બોર્ડર પર ખેડૂતો પર વોટર કેનનથી મારો કરવામાં આવ્યો તો અરવિંદ કેજરીવાલે ટવીટ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને કેન્દ્રના કૃષિ કાયદાનો પણ વિરોધ કર્યો હતો. આપે પણ સંસદમાં આ કાયદાનો વિરોધ કર્યો હતો.

Follow Me:

Related Posts