fbpx
રાષ્ટ્રીય

કોહલીએ રોહિતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસને લઇને કહ્યું મને ખબર નથી કેમ ન આવ્યો

ઓસ્ટ્રેલિયા સામે સિડની વનડે પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્માને આ મુદ્દે આંચકો આપ્યો હતો. વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા કેમ નથી આવ્યો તે તેને ખબર નથી. વિરાટ કોહલીએ કહ્યું કે તેને તો હતુ કે રોહિત શર્મા તેની સાથે ફ્લાઇટમાં આવશે અને પ્રવાસ કરશે.
આઈપીએલ ૨૦૨૦ પૂર્ણ થયા બાદ રોહિત શર્મા મુંબઇ અને ટીમમાં પરત ફર્યો છે. ભારતે ત્યાંથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઉડાન ભરી હતી. બીસીસીઆઈએ કહ્યું હતું કે રોહિત શર્મા ફિટ નથી અને તેથી જ તેને વનડે અને ટી ૨૦ સિરીઝ રમવામાં ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યુ નથી. જાે કે હવે વિરાટ કોહલીએ રોહિત શર્માના મુદ્દે મોટી વાત કહી છે. એવું માનવામાં આવતું હતું કે રોહિત શર્મા પણ તેની સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ફ્લાઇટમાં જશે.
સિડની વનડે પહેલા રોહિત શર્મા સંબંધિત સવાલ પર વિરાટ કોહલીએ કહ્યું હતું, ‘પસંદગી સમિતિની બેઠક પહેલા રોહિત શર્માને કહેવામાં આવ્યું હતું તે એવું હતું કે તેને કોઈ મોટી ઈજા થઈ શકે છે અને તેથી તેની ઓસ્ટ્રેલિયા વનડે અને ટી ૨૦ શ્રેણી માટે ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. પરંતુ આ પછી રોહિત શર્મા આઈપીએલમાં રમતો જાેવા મળ્યો હતો, આવી સ્થિતિમાં મને લાગ્યું હતું કે હવે તે અમારી સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આવશે પરંતુ તે બન્યું નહીં. રોહિત શર્મા પર અમને કોઇ માહિતી આપવામાં આવી ન હતી.

Follow Me:

Related Posts