fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાનના ઘર-કાફલાની સુરક્ષાને મજબૂત કરી દેવાઇવડાપ્રધાન મોદીના કાફલાની સુરક્ષા કરશે સ્વદેશી ટેકનિકથી બનેલુ ‘ડ્રોન કિલર’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કડક ર્નિણયોને કારણે લાંબા સમયથી કટ્ટરપંથી, આતંકી સંગઠન અને દુશ્મન દેશોના નિશાના પર છે. એવામાં વડાપ્રધાન મોદીના ઘર અને કાફલાની સુરક્ષાને વધુ મજબૂત કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.
આ ડ્રોન કિલર સ્વદેશી ટેકનિકથી બનેલુ છે અને તેને વડાપ્રધાન મોદીના ઘર અને કાફલા પર રાખવામાં આવશે. દરેક રીતના ખતરાથી બચવા માટે આ એન્ટી ડ્રોન સિસ્ટમને લગાવવામાં આવશે. સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠને એન્ટી ડ્રોન સિસ્ટમના વિકાસ અને ઉત્પાદનની જવાબદારી ભારત ઇલેકટ્રોનિક્સને સોપી છે.
આ ડ્રોન સિસ્ટમને સુરક્ષા દળો માટે તૈયાર કરવામાં આવી છે પરંતુ હવે તેને વડાપ્રધાન મોદીના સુરક્ષા દળમાં સામેલ કરવામાં આવશે. પાકિસ્તાની આતંકવાદી નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય રેખાથી પાર જમ્મુ કાશ્મીરમાં હથિયાર મોકલી રહ્યુ છે અને તેની માટે તે ચીનના કોમર્શિયલ ડ્રોન્સનો ઉપયોગ કરી રહ્યુ છે.
જેમાં પાકિસ્તાની સેના પણ સામેલ છે, તેની માટે વડાપ્રધઆન મોદી પર ડ્રોનથી થતા ખતરાની આશંકા વધી ગઇ છે. ડીઆરડીઓ તરફથી બે રીતના ડ્રોન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં એક કામ ડ્રોનને નિષ્ક્રિય કરવુ અને બીજુ કામ તેને તોડી પાડવાનું છે.
મહત્વપૂર્ણ છે કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી હતી. આ એન્ટી ડ્રોન સિસ્ટમ રડાર કેપિબિલિટીથી યુક્ત છે જે બેથી ત્રણ કિલોમીટર દૂરથી દુશ્મન ડ્રોનને નિષ્ક્રિય કરી દે છે.

Follow Me:

Related Posts