fbpx
રાષ્ટ્રીય

કિસાન આંદોલનને મળ્યું બોલિવૂડનું સમર્થન

કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. કિસાન દિલ્હી-હરિયાણાની સરહદ સિંધુ બોર્ડર અને દિલ્હીના નિરાકારી સમાગમ મેદાનમાં હાજર છે અને પોતાની માંગોને લઈ પ્રદર્શન કરી રહ્યાં છે. કિસાનોને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે. બોલીવુડ સેલિબ્રિટી પણ કિસાનોના સપોર્ટમાં આવ્યા છે. તેવામાં હવે કપિલ શર્માએ કિસાનોને સમર્થન આપતા ટ્‌વીટ કર્યુ છે.
કોમેડિયન કપિલ શર્માએ તેના પર ટ્‌વીટ કરતા કહ્યુ, ‘કિસાનોના મુદ્દાને રાજકીય રંગ ન આપતા વાતચીતથી આ મુદ્દાનો હલ કાઢવો જાેઈએ. કોઈપણ મુદ્દો એટલો મોટો નથી હોતો કે વાતચીતથી તેનો હલ ન નિકળે. અમે બધા દેશવાસી કિસાન ભાઈઓની સાથે છીએ. આ અમારા અન્નદાતા છે.
આ પહેલા ઘણા અન્ય સેલિબ્રિટી અને પંજાબી સિંગર કિસાન આંદોલનને પોતાનું સમર્થન આપી ચુક્યા છે. તેમણે પણ ટ્‌વીટ કરીને કિસાનોનો જુસ્સો વધાર્યો છે. તો બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી તાપસી પન્નૂ અને સ્વરા ભાસ્કરે પણ કિસાનોના સમર્થનમાં ટ્‌વીટ કર્યા છે.
પંજાબી સિંગર ગુરૂ રંધાવાએ કહ્યુ, ‘સરકારે કિસાનો સાથે બેસવુ જાેઈએ અને કોઈ સમાધાન કાઢવુ જાેઈએ. અમે બધા કિસાન પરિવારમાંથી છીએ અને અમારા પ્રિય કિસાનોની સાથે છીએ.’ આ પહેલા સિંગર-એક્ટર દિલજીત દોસાંજએ પણ કિસાનોનું સમર્થન કર્યુ અને પ્રદર્શનની તસવીર શેર કરતા કહ્યુ હતુ, બાબા સબ ઠીક રખે. કિસીકો કોઈ નુકસાન ન હો.

Follow Me:

Related Posts