fbpx
રાષ્ટ્રીય

આજે ઉર્મિલા માતોડકર શિવસેનામાં જાેડાય તેવી શક્યતા

લોકસભા ચૂંટણી ૨૦૧૯માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર બૉલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર મંગળવારે શિવસેનામાં શામેલ થઈ શકે છે. આ વિશેની માહિતી શિવસેના સાંસદ સંજય રાઉતે આપી છે. આ સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની નજીક ગણાતા હર્ષલ પ્રધાને પણ જણાવ્યુ છે કે ઉર્મિલા સીએમની હાજરીમાં પાર્ટીમાં શામેલ થશે. વિધાન પરિષદમાં રાજ્યપાલના કોટામાંથી નામાંકન માટે ઉર્મિલા માતોંડકરનુ નામ શિવસેના તરફથી રાજ્યપાલ પીએસ કોશ્યારીને મોકલવામાં આવ્યુ છે.
તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી(ભાજપ)થી અલગ થયા બાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને રાજ્યમાં મહા વિકાસ અઘાડી સરકારની રચના કરી હતી. વિધાન પરિષદના સભ્યપદ માટે ત્રણે પાર્ટીઓ તરફથી ૪-૪ નેતાઓના નામની સૂચિ રાજ્યપાલ કોશ્યારી પાસે મોકલવામાં આવી હતી. ૧૨ નેતાઓના લિસ્ટમાં શિવસેના તરફથી આપવામાં આવેલ એક નામ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનુ હતુ. ત્યારબાદથી જ અભિનેત્રી શિવસેનામાં શામેલ થયાની અટકળો લગાવવામાં આવી રહી હતી.

Follow Me:

Related Posts