fbpx
રાષ્ટ્રીય

સતત ૨૧માં દિવસે કોરોનાના એક્ટિવ કેસો ૫ લાખથી ઓછા નોંધાયાકોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો, ૨૪ કલાકમાં ૩૧,૧૧૮ લોકો સંક્રમિત થયા

કુલ સંક્રમિતોનો આંકડો ૯૪.૬૨ લાખને પાર, કુલ મૃત્યુઆંક ૧.૩૭ લાખથી વધુ

દેશમાં કોરોનાનું સંક્રમણ એકબાજુ જ્યાં ઘટી રહ્યું હોય તેવા સંકેત આપે છે ત્યાં કેટલાક રાજ્યોમાં કોરોના ફરીથી એકવાર માથું ઉચકતો જાેવા મળી રહ્યો છે. આવામાં રાજ્ય સરકાર અને ભારત સરકાર માટે સમસ્યા ઊભી થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૧,૧૧૮ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૯૪,૬૨,૮૧૦ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૪,૩૫,૬૦૩ એક્ટિવ કેસ છે. જ્યારે ૮૮,૮૯,૫૮૫ દર્દીઓ સાજા થઈ ગયા છે.
કોરોનાએ એક જ દિવસમાં ૪૮૨ લોકોનો ભોગ લીધો છે. દેશમાં કોરોનાથી મૃત્યુનો આંકડો ૧,૩૭,૬૨૧ પર પહોંચી ગયો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો ૩૨,૮૮૫ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૫,૨૮,૩૧૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે કુલ ૯૧૭૪ લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં ૯૧,૬૨૩ એક્ટિવ કોરોના કેસ છે. જ્યારે કુલ ૧૬,૮૫,૧૨૨ લોકો કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં અહીં ૪૭,૧૫૧ લોકોના કોરોનાથી જીવ ગયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ દેશમાં ૭ ઓગસ્ટના સૌપ્રથમ વખત ૨૦ લાખ કોરોનાના કેસો નોંધાયા હતા. ૨૩ ઓગસ્ટના ૩૦ લાખનો આંક વટાવ્યો હતો, ૫ સપ્ટેમ્બરના ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરના ૫૦ લાખ, ૨૯ સપ્ટેમ્બરના ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબરના ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરના ૮૦ લાખ તેમજ ૨૦ નવેમ્બરના ૯૦ લાખનો આંક વટાવ્યો હતો.
આસીએમઆરના મતે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧૪,૧૩,૪૯,૨૯૮ કોરોના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૩૦ નવેમ્બરના દેશમાં ૯,૬૯,૩૩૨ કોરોનના સેમ્પલનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું.
ભારતમાં તેજીથી કોરોના વેક્સીન બનાવવા પર કામ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમદાવાદના ઝાયડ્‌સ કંપનીના પ્લાન્ટમાં, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, જલ્દી જ કોરોના વેક્સીનને લઈને ખુશખબરી આવી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/