ફોચ્ર્યુન ઇન્ડિયાની યાદી જાહેરદેશની ૫૦૦ દિગ્ગજ કંપનીઓની યાદીમાં રિલાયન્સ ટૉપ પર
ફોચ્ર્યુન ઇન્ડિયાએ દેશની ૫૦૦ દિગ્ગજ કંપનીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શિખર પર રહી. ફોચ્ર્યુન ઇન્ડિયાએ કહ્યું કે ભારતની સૌથી મોટી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન બીજા સ્થાન પર રહી. ત્યારબાદ ઓએનજીસીનું સ્થાન છે. યાદીમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ચોથા સ્થાન પર છે. યાદી ફોચ્ર્યુન ઇન્ડિયાએ જાહેર કરી છે જે કોલકાતા સ્થિત આર. પી. સંજીવ ગોયન્કા સમૂહનો હિસ્સો છે.
૧. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીન્ઝ
૨. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
૩. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
૪. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
૫. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
૬. ટાટા મોટર્સ
૭. સ્વર્ણ પ્રસંસ્કરણ સાથે જાેડાયેલી રાજેશ એક્સપોર્ટ
૮. દેશની સૌથી મોટી આઇટી સેવા કંપની ટાટા કન્લ્છટન્સી સર્વિસિસ
૯. દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક આઇસીઆઇસીઆઇ
૧૦. લાર્સન એન્ડ ટૂબ્રો
આ પહેલા ઓગસ્ટમાં જાહેર વૈશ્વિક રેન્કિંગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ સ્થાનની છલાંગ મારીને ફોર્ચુન ગ્લોબલ ૫૦૦ યાદીમાં ટૉપ ૧૦૦ કંપનીઓમાં સામેલ થઈ ગઈ હતી. નોંધનીય છે કે, પેટ્રોરસાયણ, રિટેલ અને ટેલિકોમ જેવા સેક્ટરમાં કામ કરનારી રિલાયન્સને ફોચ્ર્યુનની ૨૦૨૦ની આ વૈશ્વિક કંપનીઓની યાદીમાં ૯૬મું સ્થાન મળ્યું હતું. ફોચ્ર્યુનની ટૉપ ૧૦૦ની યાદીમાં સામેલ થનારી રિલાયન્સ એકમાત્ર ભારતીય કંપની હતી. આ પહેલા રિલાયન્સ આ યાદીમાં ૨૦૧૨માં ૯૯મા સ્થાને રહી હતી. ફોર્ચુન ગ્લોબલ ૫૦૦માં ૩૪ પોઇન્ટ પછડાઇને જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન ૧૫૧મા સ્થાન પર રહી હતી. બીજી તરફ ઓએનજીસીનું રેન્કિંગ ગયા વર્ષની તુલનામાં ૩૦ સ્થાન ઘટીને ૧૯૦ રહ્યું. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈનું રેન્કિંગ ૧૫ સ્થાનના સુધાર સાથે ૨૨૧મા સ્થાન પર હતું. આ યાદીમાં સામેલ થનારી અન્ય ભારતીય કંપનીઓમાં ભારત પેટ્રોલિયમ ૩૦૯, ટાટા મોટર્સ ૩૩૭ અને રાજેશ એક્સપોટ્ર્સ ૪૬૨મા સ્થાને છે.
Recent Comments