fbpx
રાષ્ટ્રીય

થરૂરે પાક મીડિયા સામે ભારતનું અપમાન કરતાં ભાજપે રાહુલને ઘેર્યો

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરએ કોરોના મહામારીને લઇ પાકિસ્તાની મીડિયાને લઇ પાકિસ્તાની મીડિયાની સામે ભારતનું અપમાન કર્યું છે. થરૂરે કોરોના મામલામાં ભારતની સ્થિતિને પાકિસ્તાનથી ખરાબ ગણાવ્યા. થરૂરે કહ્યું કે જાે આપણે કોરોનાને સારી રીતે ઉકેલવા પર અમને પાકિસ્તાનથી ઈર્ષા થઇ રહી છે. શશી થરૂરે ભારતમાં તબલીગી જમાતને પીડિત ગણાવ્યા હતા. શશી થરૂર લાહોર થિંક ફેસ્ટ નામના કાર્યક્રમમાં ઓનલાઇન જાેડાયા હતા અને આ કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે કોરોના મહામારી દરમ્યાન ભેદભાવ વધ્યો છે. શશી થરૂરે પોતાના દેશની મજાક ઉડાવી હતી. શશી થરૂરના નિવેદન બાદ ભાજપે તેના પર પ્રહારો કર્યા છે. શશી થરૂર જ નહીં ભાજપે પણ રાહુલ ગાંધીને પણ આ મુદ્દે ઘેર્યા હતા.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું છે કે, ‘થરૂરે જે નિવેદન આપ્યું છું તેના પર વિશ્વાસ થઇ રહ્યો નથી કે ભારતીય સાંસદ, રાહુલના ગાંધીના રાઇટ હેન્ડ આવા પ્લેટફોર્મ પરથી પોતાના જ દેશની મજાક કેવી રીતે ઉડાવી શકે છે?’ પાત્રા એ કહ્યું કે થરૂર ભારત સરકાર દ્વારા કોરોના વાયરસ માટે ઉઠાવામાં આવેલા પગલાંઓની આલોચના અને પાકિસ્તાનની પ્રશંસા કરે છે. થરૂર કહી રહ્યા છે કે ભારતમાં ઉત્તરપૂર્વના લોકો સાથે સારો વ્યવહાર કરાતો નથી જ્યારે ભારત જેવા લોકતાંત્રિક દેશ કયાંય નથી, ધિક્કાર છે થરૂરના નિવેદન પર. પાત્રા એ થરૂરના તબલીગી જમાતના પ્રત્યે પ્રેમ પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે તેમણે અહીં કટ્ટરતા દેખાડી છે.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધીએ એકવાર પણ પાકિસ્તાનમાં થઈ રહેલા લઘુમતીઓ પરના અત્યાચાર અંગે સવાલ ઉઠાવ્યા હતા? થરૂરે સપડાયું કે કોંગ્રેસ પાકિસ્તાનમાં ચૂંટણી લડવા માંગે છે? પત્ર થરૂરનું નિવેદન, ‘રાહુલ આ બધી બાબતો સામે અવાજ ઉઠાવી રહ્યો છે, પરંતુ ભારતમાં તેમની સુનાવણી કરવામાં આવી નથી’, તે કોણ સાંભળશે તેના પર સવાલો ઉભા કરે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં આવા નિવેદનો આપવાની શું જરૂર છે. થરૂરે રાહુલ ગાંધીને ચીન અને પાકિસ્તાનના ‘હીરો’ ગણાવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/