fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીમાં નિરંતરતાની ઉણપ લાગે છેઃ શરદ પવારનું મોટું નિવેદન

કોંગ્રેસના નેતા તરીકે રાહુલ ગાંધીની વિશ્વસનીયતા પર ટીપ્પણી કરતાં પ્રમુખ શરદ પવારએ કહ્યું કે રાહુલ ગાંધીમાં કેટલાંક અંશે ‘નિરંતરતા’ ની ઉણપ લાગે છે. કોંગ્રેસના સહયોગી શરદ પવારે જાે કે કોંગ્રેસ નેતા પર બરાક ઓબામાની ટીપ્પણીને લઇને કડક નિંદા કરી છે.
શરદ પવારને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે દેશ રાહુલ ગાંધીને નેતા માનવા માટે તૈયાર છે તો કહ્યું કે આ સંબંધમાં કેટલાંક સવાલ છે. રાહુલ ગાંધીમાં નિરંતરતાની ઉણપ લાગે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હાલમાં પ્રકાશિત પોતાની બુકમાં કહ્યું હતું કે કોંગ્રેસ નેતા શિક્ષકને પ્રભાવિત કરવા માટેના એવા વિદ્યાર્થીની જેવા લાગે છે જેમાં વિષયમાં મહારત પ્રાપ્ત કરવા તેમજ યોગ્યતા અને ઝૂનૂનની ઉણપ છે.
જાે કે શરદ પવારને બરાક ઓબામાને લઇને પૂછવામાં આવ્યું તો કહ્યું કે આ જરૂરી નથી કે આપણે બધાના વિચારનો સ્વીકાર કરીએ. પવારે કહ્યું કે હું પોતાના દેશના નેતૃતવ અંગે કાંઇપણ કહી શકું છું, પરંતુ બીજા દેશના નેતૃત્વ અંગે હું વાત ન કરી શકું. કોઇપણ વ્યક્તિએ પોતાની બોર્ડર બનાવીને રાખવી જાેઇએ. મને લાગે છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની સરહદ પાર કરી છે.
કોંગ્રેસના ભવિષ્ય તેમ જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી પાર્ટી માટે ‘બાધા’ બની રહ્યાં છે તો શરદ પવારે કહ્યું કે કોઇપણ પાર્ટીનું નેતૃત્વ એ વાત પર ર્નિભર કરે છે કે સંગઠનની અંદર તેને કઇ રીતે સ્વીકાર કરવામાં આવે છે.

Follow Me:

Related Posts