fbpx
રાષ્ટ્રીય

આઇસીસી ટેસ્ટ રેન્કિંગઃ સ્મિથ પ્રથમ સ્થાને, કોહલી-વિલિયમ્સન સંયુક્તપણે બીજા ક્રમ

આઇસીસીએ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ટેસ્ટ સમાપ્ત થયા બાદ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યા છે. વિન્ડીઝ સામે ૨૫૧ રનની શાનદાર ઇનિંગ્સ રમનાર કિવિઝ કેપ્ટન કેન વિલિયમ્સન બીજા સ્થાને આવી ગયો છે. તેના અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ૮૮૬ પોઈન્ટ્‌સ છે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથ ૯૧૧ પોઈન્ટ્‌સ સાથે પ્રથમ સ્થાને છે.
કાંગારું બેટ્‌સમેન સ્ટીવ સ્મિથ પોતાની ૨૫ પોઈન્ટ્‌સની લીડને વધારી શકે છે. કોહલી ઓસ્ટ્રેલિયા સામેની ચારમાંથી માત્ર ૧ ટેસ્ટ રમશે. ત્યારબાદ તે પેટરનિટી લિવ પર જશે અને ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરશે.
જ્યારે વિલિયમ્સન પણ પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે. તે પણ પેટરનીટી લિવ પર જવાનો છે. તેવામાં સ્મિથ વધુ મેચ રમવાનો હોવાથી તેની પાસે લીડને વધારવાનો ચાન્સ છે. જાેકે, તે સતત ખરાબ રમે તો પોઈન્ટ્‌સના નુકસાન સાથે પ્રથમ સ્થાન ગુમાવી પણ શકે છે.
ટોપ ૫ ટેસ્ટ બેટ્‌સમેનઃ
રેન્ક ખેલાડી દેશ પોઈન્ટ્‌સ
૧ સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા ૯૧૧
૨ વિરાટ કોહલી ભારત ૮૮૬
૨ કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડ ૮૮૬
૪ માર્નસ લબુશેન ઓસ્ટ્રેલિયા ૮૨૭
૫ બાબર આઝમ પાકિસ્તાન ૭૯૭
ટોપ ૫ ટેસ્ટ બોલર્સઃ

રેન્ક ખેલાડી દેશ પોઈન્ટ્‌સ
૧ પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા ૯૦૪
૨ નીલ વેગનર ન્યૂઝીલેન્ડ ૮૪૯
૩ સ્ટુઅર્ટ બ્રોડ ઇંગ્લેન્ડ ૮૪૫
૪ ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડ ૮૧૭
૫ કગીસો રબાડા સાઉથ આફ્રિકા ૮૦૨
ટોપ ૫ ટેસ્ટ ઓલરાઉન્ડર્સઃ

રેન્ક ખેલાડી દેશ પોઈન્ટ્‌સ
૧ બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ ૪૪૬
૨ જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝ ૪૩૪
૩ રવિન્દ્ર જાડેજા ભારત ૩૯૭
૪ શાકિબ અલ હસન બાંગ્લાદેશ ૩૬૬
૫ મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા ૨૯૮

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/