fbpx
રાષ્ટ્રીય

દેશમાં કોરોના કેસોમાં આંશિક ઘટાડો, ૨૪ કલાકમાં ૨૯,૩૯૮ કેસ નોંધાયા

ભારતમાં ૯૨.૯૦ લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, માત્ર ૩,૬૩,૭૪૯ એક્ટિવ કેસો

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ૨૪ કલાકમાં કોરોનાના ૨૯,૩૯૮ પોઝિટિવ દર્દીઓ નોંધાતા કુલ આંકડો ૯૭,૯૬,૭૯૬ પર પહોંચ્યો છે. બીજીતરફ કોરોનાથી રિકવર થયેલા દર્દીઓને આંકડો ૯૨.૯૦ લાખ થતા રિકવરી રેટ ૯૪.૮૪ ટકા થયો છે. કોરોનાથી વધુ ૪૧૪ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૧,૪૨,૧૮૬ થયો હતો. કોરોનાથી મૃત્યુનો દર વધીને ૧.૪૫ ટકા થયો હતો. સતત પાંચમા દિવસે કોરોનાના સક્રિય કેસો ૪ લાખ કરતા ઓછા નોંધાયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ દેશમાં કોરોનાના સક્રિય કેસો ૩,૬૩,૭૪૯ રહ્યા હતા જે કુલ કેસ લોડના ૩.૭૧ ટકા થાય છે. દેશમાં ૭ ઓગસ્ટના સૌપ્રથમ વખત ૨૦ લાખને પાર થયા હતા, ૨૩ ઓગસ્ટના ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરના ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરના ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બરના ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબરના ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરના ૮૦ લાખ જ્યારે ૨૦ નવેમ્બરના ૯૦ લાખ દર્દીઓ નોંધાયા હતા.
દેશમાં એક દિવસમાં વધુ ૪૧૪ દર્દીનાં મોત થયા હતા જે પૈકી મહારાષ્ટ્રમાં ૭૦, દિલ્હીમાં ૬૧, પશ્ચિમ બંગાળમાં ૪૯, પંજાબમાં ૨૭, હરિયાણા તેમજ કેરળમાં ૨૬-૨૬ અને ઉત્તર પ્રદેશમાં ૨૪નાં મોત થયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/