શરદ પવાર બનશે યુપીએના નવા અધ્યક્ષઃ કોંગ્રેસ-એનસીપીએ કહ્યું-ખબરોમાં સચ્ચાઈ નથી

રાજધાની દિલ્હીના રાજકીય વર્તુળોમાં ગઈકાલે એ સમાચારો ઝડપથી ફેલાવા લાગ્યા કે એનસીપી પ્રમુખ શરદ પાવર યુપીએના આગામી અધ્યક્ષ બની શકે છે. જણાવી દઈએ કે જયારે યુપીએનું ગાઠં થયું ત્યારથી કોંગ્રેસ આધ્યક્ષ સોનિયા ગાંધી યુપીએના ચેર પર્સન રહયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોતાના ખરાબ સ્વાસ્થ્ય અને કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માંગ અને પોતાના રાજકીય સલાહકાર અહમદ પટેલના નિધન બાદથી સોનિયા ગાંધી રાજનૈતિક જવાબદારીઓ માંથી સંપૂર્ણ પણે મુક્ત થવાના મૂડમાં જણાઈ રહ્યા છે.
તો, શરદ પવારે કહ્યું છે કે તેઓ યુપીએનું નેતૃત્વ કરશે તેવી ખબરોમાં કોઈ સચ્ચાઈ નથી. જાેકે, ચર્ચા છે કે કોંગ્રેસના અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધી અને યુપીએના ચેરપર્સન પડે એનસીપી ચીફ શરદ પાવર સંભાળી શકે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે યુપીએમાં સામેલ વિપક્ષી પાર્ટીઓના તમામ નેતાઓની સરખામણીમાં શરદ પાવરનું રાજકીય કદ અને તેમની સ્વીકાર્યતા સૌથી વધુ છે. એનસીપીના પ્રવક્તાએ મહેશ તપાસેએ પણ શરદ પાવરના યુપીએ ચેરપર્સન બનવાની ખબરોનું ખાનદાન કર્યું.
તેમણે જણાવ્યું કે યુપીએના સહયોગીઓ વચ્ચે આ પ્રકારની કોઈ ચર્ચા નથી થઇ રહી. આવા સમાચાર જાણીજાેઈને ફેલાવવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂત આંદોલન પરથી સૌનું ધ્યાન હટી જાય. કોંગ્રેસ નેતા તારિક અનવરે પણ આવા સમાચારોનું રદિયો આપ્યો છે. તેમને કહ્યું છે કે આવી અફવાઓ વિપક્ષમાં ભાગલા પાડવાની નિયતથી ફેલાવવામાં આવી છે.
Recent Comments