fbpx
રાષ્ટ્રીય

સંકટમાં ગેહલોત સરકાર…? બીટીપીના ધારાસભ્યોએ ટેકો પાછો ખેચ્યાના અહેવાલ

પંચાયત ચૂંટણીમાં હાર બાદ રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારની સામે સંકટ ઉભું થઈ ગયું છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ રાજસ્થાનની કોંગ્રેસ સરકારનો ટેકો પાછો ખેંચી લીધો છે. બીટીપીના બે ધારાસભ્યો ગહેલોત સરકારને સમર્થન આપી રહ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં જ્યારે ગેહલોત સરકારે વિધાનસભામાં બહુમતી સાબિત કરી હતી ત્યારે બંને ધારાસભ્યોએ અશોક ગેહલોતને ટેકો આપ્યો હતો. તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી પંચાયત સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસે ઘણી બેઠકો ગુમાવી છે.
બીટીપીના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે ચૂંટણીમાં તેમનું સમર્થન નથી કર્યું અને તેમની સાથે છેતરપિંડી કરી છે. પંચાયતોની ચૂંટણીમાં ભાજપે ૧૮૩૩ બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે ૧૭૧૩ બેઠકો જીત મળી છે. આ ઉપરાંત જિલ્લા પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસની સરખામણીએ ભાજપનું પ્રદર્શન વધુ સારું હતું. જાે કે, બંને ધારાસભ્યોની ટેકો પાછો ખેંચી લેવાની અસર અશોક ગેહલોત સરકાર પર પડશે નહીં. કારણ કે હવે રાજ્યમાં કોંગ્રેસની બહુમતી છે. પરંતુ કેટલીક વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. રાજસ્થાનમાં કુલ ૨૦૦ વિધાનસભા બેઠકો છે, જેમાંથી ગેહલોત સરકાર પાસે હાલમાં ૧૧૮ બેઠકો છે.
આમાંથી ઘણા અપક્ષના ધારાસભ્યો પણ સામેલ છે. સાથો સાથ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ખુદ આશંકા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં ફરી એક વખત સરકારને તોડી પાડવાની હલચલ શરૂ થઈ ગઈ છે. અશોક ગેહલોતે પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતી વખતે આ દાવો કર્યો હતો. અશોક ગેહલોતના મતે ભાજપ ફરીથી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરી શકે છે.

Follow Me:

Related Posts