fbpx
રાષ્ટ્રીય

૧૫ દિવસમાં કુલ ૧૦૦ રૂ.નો વધારો થયો સબસિડીવાળા રાંધણગેસમાં ફરી રૂ.૫૦નો ભાવ વધારો ઝીંકાયો

દિલ્હીમાં સબ્સિડી વગરના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ હવે ૬૪૪ રૂપિયા થયો

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ જ્યાં જુઓ ત્યાં મોંઘવારીએ માજા મુકી છે. પહેલા રોજબરોજની વપરાશમાં આવતા ડુંગળી બટેટા મોંઘા થયા ત્યારબાદ ખાદ્યતેલ મોંઘુ થયુ અને હવે ફરી એકવાર ગેસના ભાવ વધ્યા છે. ૧૫ દિવસમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયા વધારો થયો છે.
ઓઇલ કંપનીઓએ એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. ૧૪.૨ કિલો સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ જ રીતે ૫ કિલોના શોર્ટ સિલિન્ડરના ભાવમાં ૧૮ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. ૧૯ કિલોનું સિલિન્ડર ૩૬.૫૦ રૂપિયા વધાર્યું છે.
દેશની સૌથી મોટી ઓઇલ કંપની આઈઓસીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સબસિડી વિના ૧૪.૨ કિલો ગેસ સિલિન્ડરની કિંમત હવે ૬૪૪ રૂપિયા પર આવી ગઈ છે. તે કોલકાતામાં ૬૭૦.૫૦ રૂપિયા, મુંબઇમાં ૬૪૪ રૂપિયા અને ચેન્નઇમાં ૬૬૦ રૂપિયા થઈ ગઈ છે.
અગાઉ દિલ્હીમાં સબસિડી વિના ૧૪.૨ કિલો ગેસ સિલિન્ડરની કિંમત ૫૯૪ રૂપિયા હતી. તે કોલકાતામાં ૬૨૦.૫૦ રૂપિયા, મુંબઇમાં ૫૯૪ રૂપિયા અને ચેન્નઈમાં ૬૧૦ રૂપિયા હતા. આ જ રીતે ૧૯ કિલો સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૧૨૯૬ રૂપિયા, કોલકાતામાં ૧૩૫૧.૫૦ રૂપિયા, મુંબઇમાં રૂ .૧૨૪૪ અને ચેન્નઇમાં ૧૪૧૦.૫૦ રૂપિયા થયો છે.
આ પહેલા ૧ જાન્યુઆરીએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરના એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ૧૪.૨ કિગ્રાવાળા સબસિડીવગરના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં ૧૧.૫૦ રૂપિયા વધાર્યો હતો. આમ ૧૫ દિવસમાં ગેસના ભાવમાં આ રીતે વધારો થતા સામાન્ય માણસને પારાવાર મુશ્કેલી આવી રહી છે.

Follow Me:

Related Posts