fbpx
રાષ્ટ્રીય

અમિત શાહનો વિપક્ષ પર પ્રહારપૂર્વોત્તરના વિકાસ વગર ભારતનો વિકાસ થશે નહીંઃ અમિત શાહ

તમે અસમના યુવાઓને શહીદ કરવાનું કામ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વોત્તરના પ્રવાસે પહોંચ્યા છે. બે દિવસીય પ્રવાસે અમિત શાહ અસમના ગુવાહાટી પહોંચ્યા છે. તેમણે અહીં અસમમાં વિકાસ કાર્યોની વાત કરી હતી. તેમણે કહ્યું કે પૂર્વોત્તરના વિકાસ વગર ભારતનો વિકાસ થશે નહીં. આ દરમિયાન ગૃહમંત્રીએ રાજ્યમાં હોસ્પિટલ, કોલેજ સહિત ઘણા વિકાસ કાર્યોની આધારશિલા રાખી હતી. સાથે તેમણે ૮૦૦૦ નામઘરોને આર્થિક સહાયતા આપવાની વાત કહી. હવે ૨.૫ લાખ રૂપિયાની મદદ દરેક નામઘરને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આગામી ૨૦૨૧માં અસમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
અમિત શાહે કહ્યું કે અસમને આ ૬ વર્ષોની અંદર અમે ક્યારેય પરાયા સમજ્યા નથી. અસમને દિલ્હીએ પ્રાથમિકતા આપી છે. નોર્થ ઇસ્ટને પ્રાથમિકતા આપી છે. તેમણે કહ્યું કે દરેક યોજનાનો ફાયદો અસમ અને અહીંની જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે ગુવાહાટીમાં વિપક્ષી દળો પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણીની મોસમ આવવાની છે. ફરીથી અલગાવવાદની વાત કરનાર ચહેરા અને રંગરુપ બધું બદલીને લોકોની વચ્ચે જશે. આપણને ઉંધુ સમજાવશે. આંદોલનની દિશામાં લઈ જશે. હું તે બધાને પુછવા માંગીશ કે શું આપ્યું તમે અસમના લોકોને આંદોલન કરાવીને. કોઇ વિકાસ કાર્ય થયા નથી. જાે થયું છે તો ફક્ત અસમના યુવાઓને શહીદ કરવાનું કામ કર્યું છે.
અમિત શાહે કહ્યું કે રાજ્યમાં ફક્ત બે સમસ્યાઓ છે. એક ઘૂસણખોરી અને બીજુ પૂર. આ બંને સમસ્યા બીજેપીની ડબલ એન્જીનવાળી સરકાર જ દૂર કરી શકે છે. અમિત શાહે અસમમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની જીતનો દાવો કર્યો છે. આ સિવાય તેમણે રાજ્યમાં કોરોના વાયરસ નિયંત્રણની પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે મને એ કહેતા ખુશી થઈ રહી છે કે દેશમાં કોરોનાનો સામનો કરવામાં અસમ સૌથી ઉપરના રાજ્યોમાં છે. ટેસ્ટિંગ મામલામાં પણ આગળ રહ્યું છે.
અમિત શાહે કહ્યું કે એક જમાનામાં અહીં બધા રાજ્યોમાં અલગાવવાદી પોતાના એજન્ડા બનાવતા હતા. યુવાઓના હાથમાં બંદૂક પકડાવતા હતા. આજે તે બધા સંગઠન મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ ગયા છે અને આજે યુવા પોતાના નવા સ્ટાર્ટઅપ સાથે વિશ્વભરમાં યુવાની સાથે સ્પર્ધા કરીને પોતાના અષ્ટલક્ષ્મીને ભારતના અષ્ટલક્ષ્મી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/