fbpx
રાષ્ટ્રીય

ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદઘાટનઃ પીએમએ દેશની પ્રથમ ઓટોમેટેડ મેટ્રોની શરૂઆત કરી

૨૦૨૫ સુધીમાં ૨૫થી વધુ શહેરોમાં મેટ્રો શરૂ કરવાનું લક્ષ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પહેલી ચાલકરહિત ટ્રેન સેવાની દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન પર ૨૮ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કર્યું છે. તેની સાથોસાથ તેઓ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સેવાની પણ શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા. ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલી ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદ્ઘાટન દર્શાવે છે કે ભારત સ્માર્ટ સિસ્ટમ તરફ કેટલી ઝડપથી અગ્રેસર બની રહ્યું છે. પીએમ મોદીએ કહ્યુ કે, ૨૦૨૫ સુધી ૨૫ શહેરમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્ય છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, આજથી ત્રણ વર્ષ પહેલા મજેન્ટા લાઇનની શરૂઆત થઈ હતી. હવે આ લાઇન પર ડ્રાઇવરલેસ મેટ્રોની શરૂઆત થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ભવિષ્યની જરૂરિયાતો માટે દેશ કામ કરી રહ્યો છે.૨૦૨૫ સુધીમાં ૨૫થી વધુ શહેરોમાં મેટ્રો દોડશે. વડાપ્રધાને કહ્યું કે, અટલજીના પ્રયાસોથી દિલ્હીને પહેલી મેટ્રો મળી, જ્યારે અમે સત્તામાં આવ્યા તો માત્ર ૫ શહેરમાં મેટ્રો હતી હવે ૧૮ શહેરમાં છે. વર્ષ ૨૦૨૫ સુધી ૨૫થી વધુ શહેરોમાં મેટ્રો ટ્રેન દોડશે.
પીએમ મોદીએ કહ્યું કે આવા પરિવર્તનો સામાન્ય લોકોના જીવનમાં ફેરફારના સંકેત છે. પહેલા દેશમાં મેટ્રોને લઈને કોઈ નીતિ નહોતી, પરંતુ અમે તેને લઈને ઝડપથી કામ કર્યું અને શહેરોના હિસાબથી કામ શરૂ કરી દીધું. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, થોડા સમય પહેલા ભ્રમની સ્થિતિ બનેલી હતી, પરંતુ કોઈ ભવિષ્યની તૈયારી નહોતી. જેના કારણે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિમાન્ડ સામે સપ્લાયમાં ઘણું અંતર આવ્યું. શહેરીકરણને પડકાર માનવામાં આવે અને અવસર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે. આ પહેલા, ઁસ્ર્ંના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચાલકરહિત ટ્રેન સંપૂર્ણપણે સ્વચાલિત હશે, જે કોઈ પણ માનવીય ભૂલની શક્યતાઓ ખતમ કરી દેશે. દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન (જનકપુરી પશ્ચિમ-બોટનિકલ ગાર્ડન) પર ચાલકરહિત ટ્રેન સેવા શરૂ થયા બાદ પિંક લાઇન પર ૨૦૨૧ના મધ્યમાં ચાલકરહિત ટ્રેન સેવા શરૂ થવાની અપેક્ષા છે. મજેન્ટા લાઇન તર જનકપુરી-બોટનિકલ ગાર્ડન કોરિડોર પર ૩૭ કિલોમીટરના દાયરામાં આ સેવાની શરૂઆતની સાથે દિલ્હી-એનસીઆરની યાત્રા અત્યાધુનિક સેવાઓની પોતાની સગવડ માટે ઉપયોગ કરી શકાશે. એનસીએમસીઝ્રને એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર સંપૂર્ણપણે સંચાલિત કરવામાં આવશે. તેની સાથે જ દેશના કોઈ પણ હિસ્સાથી ઇસ્યૂ રૂ પે ડેબિટ કાર્ડ રખનારા કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી માર્ગ પર યાત્રા કરી શકશે.
પીએમમોએ કહ્યું કે આ સુવિધા ૨૦૨૨ સુધી દિલ્હી મેટ્રોના તમામ નેટવર્ક પર ઉપલબ્ધ થઈ જશે. ટેક્નોલોજીની દિશામાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી)ના આ પગલાગથી ડીઆરસીનું નામ દુનિયામાં અગ્રણી મેટ્રો સેવામાં સામેલ થઈ જશે. જૂન ૨૦૨૨ સુધી પિન્ક લાઇન (મજલિસ પાર્ક-શિવ વિહાર) પર ૫૭ કિલોમીટરના દાયરામાં પણ ચાલકરહિત મેટ્રોની શરૂઆતની શક્યતા છે. આવતા વર્ષ સુધીમાં મેટ્રોની યાત્રા કરનારા લોકોને ૯૪ કિ.મી.ના દાયરામાં ચાલકરહિત મેટ્રોમાં મુસાફરીની તક મળશે. આ સમગ્ર દુનિયામાં ડ્રાઇવરલેસ મેટ્રો નેટવર્કનું લગભગ ૯ ટકા હશે. આ સેવા પૂરી રીતે સ્વચાલિત હશે. મેટ્રોની તમામ લાઇનો પર ૨૦૨૨ સુધી મુસાફરોને કોમન મોબિલિટી કાર્ડથી મુસાફરી કરવાની તક મળશે. ડીએમઆર સી તરફથી હાલમાં ૩૯૦ કિલોમીટરના દાયરામાં ૧૧ કોરિડોરના ૨૮૫ સ્ટેશનોની વચ્ચે મુસાફરોને મેટ્રો સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/