રાહુલ ગાંધી પાર્ટ ટાઈમ પોલિટિક્સ અને ફુલ ટાઈમ ટુરિઝમ કરે છેઃ મુખ્તાર અબ્બાસ નકવી
ખેડૂત આંદોલન વચ્ચે રાહુલ ગાંધી ઈટાલી જતા રહ્યા છે અને આ મુદ્દો આજકાલ ભારે ચર્ચામાં છે ત્યારે મોદી સરકારના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તે તેમને એ વાતની ખબર છે કે, મોદી સરકાર મજબૂતીથી તેમના માટે સમર્પિત છે.જે લોકોએ ખેડૂતોના ખભે બંદુક મુકીને સરકાર તરફ તાકી છે અને ખેડૂતોને ઉશ્કેર્યા છે તેમના ચહેરા બહુ જલ્દી ખુલ્લા પડી જવાના છે.ખેડૂતો આ વાતને હવે સમજી રહ્યા છે અને મને લાગે છે કે, સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન થશે.
તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી પાર્ટ ટાઈમ પોલિટિક્સ અને ફુલ ટાઈમ ટુરિઝમ કરે છે અને એટલા માટે જ તેમને વારે ઘડીએ નાનીનુ ઘર યાદ આવે છે.આ એવા લોકો છે જે તકવાદી છે અને તેમની આ જ પ્રકારની હાલત થાય તે સ્વાભાવિક છે.દેશની સૌથી જુની પાર્ટીની આવી ખરાબ હાલત પહેલા ક્યારેય જાેઈ નથી.
રાહુલ ગાંધીને પપ્પુ તરીકે સંબોધતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ હતુ કે, પપ્પુ અને તેમની પાર્ટી સાથે જાેડાયેલા લોકો મમ્મીજીના ઘરેથી નિકળીને મનમોહનસિંહના ઘરે જતા હોય છે.આ લોકોએ આ જ બિલનુ પોતાની સરકાર વખતે સમર્થન કર્યુ હતુ.અમને આશા છે કે, ખેડૂત ભાઈઓ સમાધાન કરવા માટે પ્રયત્ન કરશે.
Recent Comments